પૈસાનો વરસાદ થવાં લાગશે, જો આ યોગ હશે તમારા હાથમાં
માણસનાં હાથમાં ઘણાં એવાં યોગ હોય છે કે જે તેને કુબેર જેવો ધનવાન બનાવી દે છે.આવાં લોકોનાં હાથમાં કોઇ એક ચિન્હ માત્ર કે નિશાન જ તેને પુરી રીતે સંપન્ન નથી બનાવતું.પરંતુ પુરા હાથનાં લક્ષણ જોઇને તે બતાવી શકાય કે તે વ્યક્તિ પર લક્ષ્મી મહેરબાન છે થશે કે નહિ.હાથમાં એવાં ઘણાં લક્ષણ છે કે જેનાથી તે વ્યક્તિનાં નસીબ ચમકી જાય છે અને પૈસાનો વરસાદ થવાં લાગે છે. હાથની રેખાઓ અમુક એવાં યોગ બનાવે છે કે જે માણસનાં નસીબ ચમકાવી દે છે.માણસ ઘણાં ઓછા સમયમાં ફર્શ પરથી અર્શ સુધીની સફર પર કરવા લગાવે છે.આસપાસ રહેનારાં લોકો તેની આર્થિક પ્રગતિનું ઉદાહરણ આપવાં લાગે છે.આજે અમે એવાં જ યોગની વાત કરી રહ્યા છે જે માણસની સાધારણ આર્થિક સ્થિતિથી લઇને તેને એકદમ પૈસાદાર બનાવે છે.આ યોગનું નામ છે ગજલક્ષ્મી યોગ. જો બન્ને હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઇ સીધી શનિ પર્વત એટલે કે મીડલ ફિંગર સુધી જઇ રહી હોય તો અને તે સાથે સૂર્ય રેખામાં અર્થાત રિંગ ફિંગરની નીચે સુધી નીકળનારી રેખા પાતળી અને લાંબી હોય તો અને તે સાથે મસ્તિષ્ક અને આયુરેખા પણ સારી હોય તો તે હાથમાં ગજલક્ષ્મી યોગ બને છે.જે હાથમાં આ યોગ બને છે તે વ્યક્તિ સાધારણ ઘરમાં જન્મ લઇને ઉચ્ચ સ્તર સુધી પહોચનારો હોય છે.આવાં લોકોનાં જીવનમાં કોઇ ઉણપ નથી રહેતી.વેપાર તથા વિદેશ કાર્ય કરવાથી તે સફળ થાય છે.ગજલક્ષ્મી યોગ વાળાં વ્યક્તિ પોતાનાં ક્ષેત્રમાં અલગ અલગ ઓળખાણ ઊભી કરનારાં હોય છે.આ યોગ વ્યક્તિને દરેક સુખોથી સંપન્ન જીવન આપે છે.
Comments
Post a Comment