નસીબને જાણવાની કળા, તમે પણ વાંચી શકશો તમારા નસીબને

નસીબમાં શું લખેલુ છે? શું થશે તમારી સાથે તે જાણવું સરળ નથી. ઘણાં લોકો આ જાણી શકે છે. આ માટે તો નસીબને વાંચવાની કળા આવડવી જોઇએ. આમ તો નસીબને વાંચવા માટેની ઘણી કળા છે પરંતુ એવુ માનવામાં આવે છે કે હાથની રેખાઓથી તે વ્યક્તિ વિશે સત્ય હકીકતો જાણી શકાય છે.


હસ્તરેખા જ્યોતિષ અનુસાર,મિડલ ફિંગરની નીચેવાળો પર્વત શનિ પર્વત કહેવાય છે. શનિના ક્ષેત્ર પર જે રેખા પુરી થાય છે તે રેખાને ભાગ્યરેખા કહે છે. હથેળીની આ રેખા સૌથી વધારે મહત્વપુર્ણ રેખાઓમાંની એક છે. આ રેખા સૌભાગ્યની સૂચક છે. હાથની આ રેખા ભાગ્ય રેખા જ આપણા નસીબને લખે છે.જો તમને તે વાંચતા આવડે તો તમે પણ જાણી શકો છો કે તમારી સાથે શું થવાનું છે, નસીબની આ રેખાઓ એકથી વધારે પણ હોઇ શકે છે તે સાથે આ રેખાઓ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઇએ.


- જો આ રેખાઓ ગુરૂ પર્વત તરફ જઇ રહી હોય તો મનુષ્યને સાર્વજનિક માન- સન્માન મળે છે.


- વૃતનું આ પર્વત પર હોવુ શુભ હોય છે.


- "વર"ચિન્હનું હોવુ અત્યંત શુભ લક્ષણ માનવામાં આવે છે. આ ઘટનાઓ અને શત્રુઓથી બચાવ માટે સુરક્ષા સૂચક છે.


- જાળા હોય તો તે દુર્ભાગ્યનું લક્ષણ છે.


- જો શનિ પર્વત વધારે પડતો વિકસીત હોય તો મનુષ્ય 22 કે 45 વર્ષની ઉંમરમાં નિશ્ચિત આત્મહત્યા કરી લે છે.


- આ પર્વત પર મંદિરનું ચિન્હ હોય તો તે મનુષ્ય પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિના રૂપમાં ઊભરે છે અને આ ચિન્હ રાજયોગનું કારક માનવામાં આવે છે. આ ચિન્હ જે કોઇની હથેળીઓના પર્વત પર હોય તે કોઇપણ ઉંમરમાં લાખો- કરોડોનો સ્વામી હોય છે.


- જો આ પર્વત પર ત્રિશુળ જેવી આકૃતિઓ હોય તો આ માણસ એકાએક સંન્યાસી બની જાય છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!