...આવાં સપનાં પ્રણય સંબંધમાં તિરાડ થવા અંગે સંકેત આપે છે

પ્રેમનો સંબંધ ઘણો નાજુક હોય છે, તેમાં દરેક નાની-નાની વાતો ઘણું મહત્વ રાખે છે. ઘણીવાર નાની નાની વાતો પણ ઘણું મહત્વ ધરાવે છે.આવી નાની વાતો ક્યારેક પ્રેમ સબંધમાં તિરાડનું કારણ પણ બને છે.

જો પ્રણય સંબંધમાં આવનારી તિરાડ અંગે ઘણીવાર તે પૂર્વે જ સંકેત મળી જાય છે. આ સંકેતો સપનામાં જ છુપાયેલા હોય છે. જો કોઇ પણ યુવક કે યુવતી સાથે આવું થવાનું હોય તો તે અંગેના સંકેતો ઘણીવાર સપનાં રૂપે જ મળી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્વપ્ન કે સપનાઓનું આપણાં ભવિષ્ય સાથે ઊંડો સંબંધ ધરાવે છે.

ભવિષ્ય જાણવાની અનેક વિદ્યાઓમાંથી એક છે સ્વપ્ન જ્યોતિષ. જેમાં આપણને દેખાતાં સ્વપ્નમાંથી જ ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે જાણી શકાય છે. 

અહીં જાણો, અમુક એવાં સ્વપ્ન વિશે કે પ્રણય સંબંધમાં આવનારી કડવાશ સૂચવે છે.

જો કોઇ વ્યક્તિ પોતાને સીડીઓ ચઢતાં જુએ તો આ એક પ્રણય સંબંધિત શુભ સ્વપ્ન છે. તેનાથી વિપરીત જો સપનામાં પોતાની જાતને સીડીઓ ઉતરતાં જુએ તો સમજવું કે નજીકનાં ભવિષ્યમાં પ્રણય સંબંધમાં કોઇ સમસ્યા આવવાની છે. જેથી સચેત રહેવું.

જો કોઇ યુવક- યુવતી સપનામાં કોઇ મોટો મહેલ જોવે તો આ પણ પ્રણય સંબંધ પર ખરાબ પ્રભાવ નાખે છે. જેથી સાવધાન રહેવું અને કોઇ પણ પ્રકારનું એ કાર્ય ના કરવું કે જેનાં કારણે પ્રણય સંબંધમાં મુશ્કેલીઓ આવે.

જો કોઇ વ્યક્તિ સપનામાં પોતાની જાતને ધુળ –માટીથી ખરડાયેલો જુવે તો આ પણ પ્રેમીઓ માટે અશુભ સપનું છે જે એ સંકેત આપે છે કે તમારો પ્રણય સંબંધ કોઇ મતભેદનો શિકાર બની શકે છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!