તમારા પગની રેખાઓ કહી જણાવે છે કે કાલે શું થવાનું છે..

ભવિષ્ય જાણવા માટે બહુ પ્રચલિત ઘણી વિદ્યાઓ છે કુંડળી અધ્યયન અને હસ્તરેખા અધ્યયન. આ બન્ને વિદ્યાઓના સંબંધામાં લગભગ દરેક લોકો જાણે છે પરંતુ આ ઉપરાંત અન્ય એક વિદ્યા છે જેનાથી કોઇપણ વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. આ વિધિ છે પગની રેખાઓનું અધ્યયન. જ્યોતિષ અનુસાર જે રીતે હાથની રેખાઓના અભ્યાસથી કોઇપણ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણી શકાય છે ઠીક તે જ રીતે પગની રેખાઓનું જ્યોતિષમાં પણ ઘેરૂ મહત્વ છે. હાથની રેખાઓ જ નહિં પણ પગની રેખાઓ દ્વારા તમારું ભવિષ્ય જાણી શકાય છે. જે પ્રકારે હાથમાં અલગ- અલગ ગ્રહોનું સ્થાન છે તે જ રીતે પગમાં પણ તે જ હોય છે. પગનો રંગ, બનાવટ અને પગની આંગળીઓ તથા અંગુઠાનું અધ્યયન કરીને કોઇપણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. દરેક વ્યક્તિના પગમાં ઘણા પ્રકારની નાની-મોટી રેખાઓ હોય છે જેનું અલગ અલગ મહત્વ હોય છે. દરેક રેખાઓ અલગ- અલગ બાબતો જણાવે છે. પગની રેખાઓમાં ઘણાં પ્રકારના શુભ- અશુભ યોગ રહે છે જે વ્યક્તિને નામ, પૈસા, શોહરત અને બદનામી મળવાની સંભાવના કહે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!