તમારા ગાલનો રંગ તમારા સ્વભાવ વિશે શું કહી આપે છે,જાણો
ગ્રહ-નક્ષત્રોનો પ્રભાવ વ્યક્તિનાં સ્વભાવ પર પણ પ્રભાવ પડે છે. -આવાં ગ્રહ-નક્ષત્રનાં સારા-નરાસં પ્રભાવ હેઠળ જ આપણામાં ગુણ –અવગુણ વિકસે છે. શું તમે જાણો છો કે કોઇપણ વ્યક્તિનાં માત્ર ગાલનાં રંગને જોઇને તેનો સ્વભાવ જાણી શકાય છે? જી હા, આ શક્ય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરનાં અંગોની બનાવટને જોઇને કોઇપણ વ્યક્તિનો સ્વભાવ, હાવ-ભાવ અને ટેવની જાણકારી મેળવી શકાય છે. જે ગ્રહ-નક્ષત્રોનો પ્રભાવ આપણાં ઉપર સૌથી વધુ હોય તેનાં અનુસાર આપણામાં ગુણ અને અવગુણ વિકસે છે. જે લોકોનાં ગાલનો રંગ સફેદ હોય છે તેવાં લોકો અસ્વસ્થ રહે છે, મોટેભાગે આવાં લોકો કોઇ ને કોઇ બીમારીથી પીડાતા હોય છે. આવાં લોકોમાં હંમેશા નિરાશ રહે છે અને તેવાં લોકો આળસી પણ હોય છે.આવાં લોકોમાં અનિશ્ચિતતાની ભાવના વધારે હોય છે. દરેક કાર્યને પોતાની રીતે જ કરે છે.તેના સિવાય જે લોકોનાં ગાલનો રંગ લાલ હોય છે તે લોકો થોડા ગુસ્સો કરનારાં હોય છે. નાની-નાની વાતોમાં તેને ક્રોધ આવી જાય છે. આ લોકો સાહસી,યુદ્ધપ્રિય અને ઉત્તેજિત વ્યક્તિત્વ ધરાવે છે. આવાં લોકો કોઇપણ કાર્યને બહુ સરળતાથી પુર્ણ કરવાની ક્ષમતા પણ રાખે છે.જે લોકોનાં ગાલનો રંગ ગુલાબી રંગનો હોય છે, તે લોકો સંતુલિત માનસિકતા ધરાવે છે.કોઇપણ પરિસ્થિતિમાં પોતાની જાતને બહુ સારી રીતે ઢાળી લેતા હોય છે. તેમનાં દરેક કાર્યને એક વિશેષ શૈલીથી કરે છે. આ લોકો જીવનમાં ઘણી સિદ્ધિઓને પામે છે. કોઇપણ વ્યક્તિનાં સંબંધમાં સચોટ ભવિષ્યવાણી કરવા માટે તેના વિશે ઊંડુ અધ્યયન કરવું જરૂરી હોય છે ત્યારે જ સચોટ જાણકારી મેળવી શકાય છે.
Comments
Post a Comment