હાથમાં આવા દુર્ભાગ્યના ચિન્હ હોય તો, સારું ન કહેવાય!

આપણા કર્મ જ આપણા ભાગ્ય વિધાતા હોય છે, આ કારણે જ કર્મ પ્રમાણે હાથમાં ખૂબ જ રેખાઓ કે ચિન્હો બનતા રહે છે અને ગાયબ થતા રહે છે. કર્મ પ્રમાણે આવા ચિન્હો બનવામાં અને ગાયબ થવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. આ ચિન્હ કાયમ માટે પણ હાથમાં ટકી રહેતા હોય છે. 1-હાથમાં કેટલાક ચિન્હ દુર્ભાગ્ય દર્શાવે છે. આ ચિન્હોમાંથી એક ચિન્હ જાળનું ચિન્હ છે. આ ચિન્હ જાળ જેવું દેખાય છે. જાળ ચિન્હ હાથમાં જે સ્થાને કે પર્વત ઉપર હોય તે પર્વતનો સારો પ્રભાવ ઓછો કરી દે છે. આ પ્રકારના ચિન્હ સફળતાઓમાં અડચણ પેદા કરે છે. 2-જો જાળનું ચિન્હ ગુરુ ક્ષેત્ર(ઇન્ડેક્સ ફિંગરની નીચે) બનેલું હોય તો તે વ્યક્તિ અહંકરી હોય છે. 3-મિડલ ફિંગરની નીચે શનિ ક્ષેત્ર ઉપર એવું ચિન્હ વ્યક્તિને નિરાશાવાદી અને ભાગ્યહીન બનાવે છે. 4-રિંગ ફિંગરની નીચે સૂર્ય પર્વત ઉપર જાળનું ચિન્હ હોય તો તે વ્યક્તિ જૂઠું બોલનાર હોય છે. માન-સન્માન પ્રાપ્ત કરવા માટે જૂઠી-જૂઠી કહાનીઓ બનાવે છે. 5-સૌથી નાની આંગળીની નીચે બુધ ક્ષેત્ર સ્થિત હોય છે ત્યાં જાળનું ચિન્હ હોય તો વ્યક્તિનો સ્વભાવ અસ્થિર હોય છે તે સારી રીતે નિર્ણય લઈ શકતો નથી. 6-અંગુઠાની સામે હથેળીના બીજી તરફ ચંદ્ર ક્ષેત્ર હોય છે ત્યાં જાળનું ચિન્હ હોય તો વ્યક્તિ અધીર, અશાંત અને અસંતોષી હોય છે. 7-શુક્ર પર્વત જે ઠીક અંગૂઠાની નીચે રહે છે ત્યાં જાળનું ચિન્હ બનેલું હોય તો તે વ્યક્તિનો પ્રેમસંબંધ અસ્થિર હોય છે. 8-હસ્તરેખા માટે આખા હાથનો અભ્યાસ કરવો જરૂરી છે. બધી રેખાઓનું પોતાનું અલગ-અલગ મહત્વ હોય છે. બધી રેખાઓ એકબીજાના લક્ષણોને અસર કરે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!