રાતોરાત કિસ્મત બદલાઈ જશે, આ રેખા તમારી હાથમાં હશે તો!
ઘણા લોકો કિસ્મત કે ભાગ્યને વધુ બળવાન માને છે. તો કેટલાક લોકો કર્મને વધુ મહત્વ આપે છે. ઘણીવાર વધુ મહેનત કરવા છતાં પણ યોગ્ય પરિણામ ન મળે ત્યારે લોકો ભાગ્યનો દોષ આપવા લાગે છે. તો કેટલાક લોકો વગર કામ કર્યે રાતો-રાત અમીર બની જાય છે. તેમને અચાનક ધન, માન-સન્માન પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે લોકો કહે છે કે, તે વ્યક્તિ ભાગ્યશાળી ભાગ્યશાળી છે. આ બાબતે હસ્તરેખા જ્યોતિષમાં કેટલીક વિશેષ રેખાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે આવી રીતે રાતો-રાત અમીર બનાવી દેતી હોય છે. હાસ્તરેખા જ્યોતિષ પ્રમાણે હથેળીમાં કેટલીક એવી રેખાઓ હોય છે જે હથેળીમાં ગમે ત્યાંથી શરૂ થઈ કોઈ પર્વત કે ભાગ તરફ ચાલવા લાગે છે. એવી રેખાઓ ભ્રામક રેખાઓ કહેવામાં આવે છે. -આ રેખાઓ શુક્ર, સૂર્ય, ગુરુ, બુધ કે શનિ પર્વતોને સ્પર્શ કરતી હોય છે. જે રેખાઓ બળવાન હોય છે તો એ વ્યક્તિને આગળ વધારવામાં સહાયક બને છે. -પ્રભાવક રેખા ભાગ્ય રેખા સાથે જઈ મળી જાય છે તો એવા વ્યક્તિની અચાનક કિસ્મત ચમકી ઊઠે છે. એવો વ્યક્તિ અચાનક ધન પ્રાપ્ત કરે છે અને તે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે. ભાગ્ય રેખા મૂખ્ય રીતે જીવનરેખા, મણિબંધ, ચંદ્રનો ભાગ, મસ્તક રેખા અથવા હૃદય રેખાથી શરૂ થાય છે. આ રેખા હથેળીના મધ્યમાં હોય છે. સામાન્ય રીતે ભાગ્ય રેખા મણિબંધથી ઉપર તરફ જાય છે. આ રેખાની સમાપ્તિ શનિ ક્ષેત્ર(મીડલ ફિંગરની નીચેના ભાગ) ઉપર હોય છે. હસ્ત રેખાની અંદર બધી રેખાઓનું પોતાનું અલગ મહત્વ હોય છે. રેખાઓ અન્ય રેખાઓના પ્રભાવને ઓછો કરી શકે છે અને વધારી પણ શકે છે. આ કારણે જ કોઈ વ્યક્તિના બંને હાથનું ધ્યાનથી પરીક્ષણ કરવું જોઈએ. ત્યારે જ સચોટ ભવિષ્યવાણી કરી શકાય.
Comments
Post a Comment