....તો જીવનસાથી સાથે કાયમ અણબનાવ રહેશે

હથેળીમાં બુધ પર્વત એટલે કે લિટલ ફિંગરની નીચેનાં ક્ષેત્ર પર જે આડી રેખાઓ છે તેને લગ્ન રેખા કહેવામાં આવે છે. આ પર્વત પર જો ઘણી રેખાઓ દેખાય તો તેનો અર્થ છે એ નથી કે દરેક રેખા લગ્નની હોય અર્થાત તમારાં તેટલાં લગ્ન થશે. આ પર્વત પર દેખાનારી દરેક રેખાઓમાંથી એ રેખા લગ્ન રેખા હશે જે સૌથી ઘેરી અને લાંબી હશે અને અન્ય રેખા કોઇની સાથેનાં પ્રેમ સંબંધને દર્શાવે છે. લગ્ન બાદ જીવન કેવું હશે લગ્ન જીવન સુખી રહેશે કે નહી, ક્યારેક જીવનસાથી સાથે અણબનાવ થશે કે નહી આવી અનેક વાતો કોઇનાં હાથમાં રહેલી લગ્ન રેખા અને તેની સાથે મસ્તિષ્ક રેખા અને સૂર્ય રેખા જોઇને જાણી શકાય છે. જો જીવનસાથી સાથે અણબનાવ રહેતો હોય અથવા જો તમે જાણવા માંગતા હોવ કે લગ્ન બાદ અણબનાવ રહેશે કે નહિ તો તે માટે સૂર્ય રેખા મસ્તિષ્ક રેખાથી નીકળીને વચમાં તુટેલી તો નથી તે જોવું. જો આવું હોય તો તમારા જીવનસાથી પર વિશ્વાસ કરો અને તેને સમજવાનો પ્રયાસ કરો,નહીતર કોઇપણ કારણે તમારા જીવનમાં અશાંતિ અને અણબનાવ રહેશે. તે સિવાય તમે એ પણ જોજો કે સૂર્ય પર્વતથી નીકળીને જો પાતળી રેખા હ્રદય રેખા અને મસ્તિષ્ક રેખાને કાપીને તે જીવનરેખાથી તો મળી રહી નથી. જો સાચે એવું હોય તો તમે સમજજો કે તમારી પ્રગતિ જીવનસાથી સાથેનાં અણબનાવનું મુખ્ય કારણ હશે. જીવનસાથી તમારો સાથ આ જીવનમાં ક્યાં સુધી નિભાવશે એટલે કે તમે તેને ત્યજી દેશો કે તે તમને છોડી દેશે તે વાત પણ તમારા હાથની રેખાઓથી જાણી શકાય છે. હસ્તરેખા વિજ્ઞાન કહે છે કે જો લગ્ન રેખાથી વળીને હ્રદય રેખાને સ્પર્શતી હોય તો તેનો અર્થ છે કે તમને તમારો જીવનસાથી એકલા મુકી જતાં રહેશે. લગ્ન રેખા પર જો ક્રોસનું ચિન્હ હોય તો સંકેત આપે છે કે જીવનસાથી જીવનસફરમાંથી અચાનક જ આ દુનિયા છોડીને જતો રહેશે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!