હાથમાં લાલ રેખાઓ ધરાવતા લોકો ખૂબ જ ઉત્સાહી હોય

હાથની રેખાઓનું આપણા ભવિષ્ય અને સ્વભાવ સાથે ગાઠ સંબંધ છે. રેખાઓની બનાવટની સાથે જ તેનો રંગ પણ ઘણો મહત્વ ધરાવે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે બધા લોકોની હથેળીઓ અલગ-અલગ રંગની હોય જોવા મળે છે.અનેક લોકોના હાથમાં લાલ રંગની રેખાઓ હોય છે. તો કોઈના હાથમાં પીળા રંગની. કોઈના હાથમાં કાળા રંગની તો કોઈના હાથમાં ગાઢ રંગની રેખાઓ હોય છે. આ બધા રંગની રેખાઓનો અલગ-અલગ પ્રભાવ આપણા સ્વભાવ અને ભવિષ્ય ઉપર પડે છે. જે લોકોના હાથની રેખાઓનો રંગ લાલ હોય છે તેઓ ઉત્સાહી, સક્રિય આશાવાદી તથા સ્થિર સ્વભાવના હોય છે. તેની વિરુદ્ધ નિસ્તેજ, રુક્ષ દેખાતી રેખાઓના જાતક દુબળા, ઉત્સાહહીન હોય છે. આ લોકો સાચો નિર્ણય લેવામાં અસફળ હોય છે. કેટલાક લોકોના હાથમાં પીળા રંગની રેખાઓ હોય છે. એવા વ્યક્તિ સામાન્યરીતે બીમાર જ રહે છે, તેમને હૃદયસંબંધી બીમારીઓ થવાની પ્રબળ સંભાવનાઓ હોય છે. આ લોકો ઓછું બોલનારા, એકાંત પ્રિય, પોતાનામાં ખોવાઈ રહેનારા, તે સિવાય કેટલાક લોકોના હાથમાં ગાઢ કે કાળા રંગની રેખાઓ હોય છે તે લોકો ઉદાસિન, ગંભીર તથા ક્ષમા ન માગનારા હોય છે. હસ્તરેખાથી ભવિષ્ય જોનારા માટે બંને હાથોની પૂરી સ્થિતિનું અધ્યયન અતિઆવશ્યક હોય છે. ત્યારબાદ જ કોઈ સટીક ભવિષ્યવાણી કરી શકાય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!