હાથની રેખાઓ જોવા માટે આ છે શ્રેષ્ઠ સમય
કોઇ પણ વ્યક્તિ જુઠ્ઠું તો બોલી શકે છે,પરંતુ તેના હાથ ની રેખા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી.તે જુઠ્ઠું બોલીને વાત ભલે બદલી શકે પણ તેના હાથની રેખા ને બદલી શકે નહિ.હસ્તરેખા જ્યોતિષ એટલે કે હાથની રેખા દ્વારા ભવિષ્ય કથન.જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાઓનું ઘેરૂ મહત્વ છે.આ જ કારણથી તેનું અધ્યયન બહુ જ સાવધાની થી કરવું જોઇએ.કોઇ પ્રશિક્ષિત હસ્તરેખા ના વિશેષજ્ઞ ને જ હાથ ની રેખાઓ દેખાડવી શ્રેષ્ઠ રહે છે.હાથની રેખા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે વહેલા સવારનો.સવારે ઊંઘમાંથી જાગ્યા બાદ આપણા હાથમાં લોહી સંચાર વ્યવસ્થિત હોય છે આથી ઉઠીને તુરંત જ હાથની રેખા દેખાડવી જોઇએ અને આ સમયે રેખાઓ પણ સ્પષ્ટ દેખાય છે,એ સાથે હથેળીનો વાસ્તવિક રંગ પણ દેખાય છે.જેને કારણે સચોટ ભવિષ્ય વાણી થઇ શકે છે,આ ઉપરાંત કોઇ નિષ્કર્ષ પર પહોચવા માટે સરળતા રહે છે. - આ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે જ્યાં હાથ ની રેખાઓનું અધ્યયન કરવામાં આવતું હોય તો તે જગ્યાએ ત્યા પર્યાપ્ત માત્રામાં અજવાળું રહે. - રેખાઓને જોવા માટે મૈગ્નીફાઇંડ ગ્લાસનું હોવું પણ જરૂરી છે.
Comments
Post a Comment