એસી વાણી બોલીએ...વાણી પરથી જાણો કેવો સ્વભાવ છે?

વાણીનું માનવજીવનમાં વિશેષ મહત્વ હોય છે. પ્રત્યેક મનુષ્યની બોલવાની રીતભાત એકબીજાથી જુદી હોય છે. સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે તથા શરીર વિજ્ઞાન લક્ષણ અંતર્ગત મનુષ્યની બોલવાની રીત પર ઊંડું સંશોધન કરવામાં આવ્યું છે. તેનાથી પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ સ્પષ્ટ થાય છે. ઊંચા સ્વરમાં બોલનારાઃ- -ઊંચા સ્વરમાં બોલનારા લોકો દરેક વખતે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષાય એવો પ્રયત્ન કરતા હોય છે. તેઓ જીદ કરીને પોતાના સપના પુરા કરે છે. પોતાનું અધુરું જ્ઞાન બીજા પર થોપવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ ક્યારેય બીજાની વાત સાંભળવા તૈયાર નથી. -ઝડપી બોલનારાઃ- -કેટલાક લોકો એટલું ઝડપથી બોલે છે કે શું બોલે છે એનો ખ્યાલ જ નથી આવતો. ક્યારેય કોઈ વાત સ્પષ્ટ નથી કરતા. તેઓ ક્યારેય કોઈ વાતને સીમીત રાખવાનું નથી ઈચ્છતા. તેઓ અવિશ્વાસુ હોય છે. કેટલાક લોકો કર્કશવાણી બોલતા હોય છે. -સિંહ જેવી ગર્જના જેવો અવાજઃ- -કેટલાક લોકોનો અવાજ સિંહ ગર્જના જેવો હોય છે. આ પ્રકારનો અવાજ ધરાવનારા લોકો યમ, નિયમ, સંયમમુક્ત, વિદ્વાન, જ્ઞાની, અધ્યયન કરવાવાળો, મનન તથા ચિંતનપ્રિય હોય છે. ક્યારેય તેઓ ગંભીર, સૌમ્ય, ધૈર્યવાન અને ઉદાર ચરિત્રના હોય છે. -તીણો અવાજવાળાઃ- -તેનાથી વિપરીત તીણો અવાજ ધરાવનારા લોકો તોતડું બોલનારા, અસંતુલિત, તરંગો વગરના અવિકસિત બુદ્ધિવાળા, અજ્ઞાની, સંકુચિત પ્રકૃતિ ધરાવનારા, ધૂર્ત, કામચોર અને અસફળ હોય છે. -અસંતુલિત સ્વરવાળાઃ- -ગંભીર અને અસંતુલિત સ્વર ધરાવનારા લોકો મસ્તિષ્કની ઉચ્ચ ક્ષમતા ધરાવનારા હોય છે. તેમની ધ્વનિ ઉચ્ચારણ ક્ષમતા નિમ્નવર્ગના હ્રદયની સૂચક હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!