આવી જીવનરેખા વાળો વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે
જીવનરેખા આપણાં આયુષ્ય,બીમારી અને જીવનની મહત્વપુર્ણ ઘટનાઓને દર્શાવે છે.જીવન રેખા કોઇપણ વ્યક્તિનાં વ્યવહાર,આચાર-વિચારની સાચી-સાચી જાણકારી આપી શકે છે.હસ્ત રેખામાં સૌથી મહત્વપુ્ર્ણ રેખા જીવનરેખા માનવામાં આવે છે.જીવનરેખા ગુરૂ પર્વત(ઇંડેક્સ ફિંગરનાં નીચેનાં ભાગને ગુરૂ પર્વત કહે છે)નાં નીચેની હથેળીનાં પ્રારંભથી શરૂ થાય છે.જીવન રેખા શુક્ર ક્ષેત્રને (અંગુઠાની નીચેનો ભાગ)ને ઘેરીને મણિબંધની તરફ જાય છે.
- લાંબી,ઊંડી,પાતળી,તુટેલી નાં હોય તેવી ક્રોસ ચિન્હ રહિત તથા દોષ-હીન જીવનરેખા વ્યક્તિનું લાંબુ આયુષ્ય અને સારાં સ્વાસ્થયને દર્શાવે છે.
- જો મસ્તિષ્ક રેખા અને જીવન રેખાનાં મધ્યમાં થોડું અંતર હોય તો તે વ્યક્તિ સ્વતંત્ર વિચારો વાળો હોય છે.
- જો મસ્તિષ્ક રેખા અને જીવનરેખાનાં મધ્ય વધારે અંતર હોય તો તે વ્યક્તિ કોઇપણ કામને વિચાર્યા વગર કરનારો હોય છે.
- જો જીવનરેખા બન્ને હાથોમાં તુટેલી હોય તો તે વ્યક્તિ અસમય મૃત્યુને દર્શાવે છે.પરંતુ જો એક જ હાથમાં જીવનરેખા તુટેલી હોય તો તે વ્યક્તિ કોઇ ગંભીર બીમારીથી પીડાય છે.
- જો જીવનરેખા ,હ્રદય રેખાઅને મસ્તિષ્ક રેખા ત્રણેયનાં પ્રારંભમાં જ ભેગી થયેલી હોય તો તે વ્યક્તિ કમનસીબ, દુર્બળ અને મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય છે.
જીવનરેખા જ્યાં- જ્યાં શ્રૃંખલાકાર હોય તે વ્યક્તિ કોઇ પણ બીમારીથી પીડાઇ શકે છે.
Comments
Post a Comment