આ રેખા તમારા હાથમાં ના હોય એ જ સારૂ!
આપણાં હાથમાં ઘણાં પ્રકારની રેખાઓ હોય છે. જેનાથી ભુત, ભવિષ્ય અને વર્તમાન સરળતાથી જાણી શકાય છે પરંતુ અમુક વિદ્વાનોનું માનવું છે કે રાહુ રેખાનું હાથમાં હોવું એ અશુભ વાત છે. આ રેખા બીજી રેખા થકી મળતા શુભ ફળને નષ્ટ કરી દે છે અથવા ઓછો કરી દે છે. જ્યોતિષમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે જે પાપ ગ્રહ પણ કહેવાય છે.આ માટે હાથમાં આ રેખાનું હોવું અત્યંત અશુભકારી મનાય છે. જ્યારે હાથમાં કોઇ રેખા શુક્ર પર્વત અને ચંદ્ર પર્વતની વચ્ચે સ્થિત રાહુ સ્થાનથી નીકળે છે તો આવી રેખા રાહુ રેખા કહેવાય છે. રાહુ રેખા જે લોકોનાં હાથમાં હોય છે તેવા લોકો વિદ્યા વિવેકી હોવા છતાં પણ પોતાની ઇચ્છાનાં વિરુદ્ધ બીજાઓનાં કહ્યા પ્રમાણે કામ કરવા લાગે છે. સારા – ખરાબની ઓળખ સારી રીતે કરી શકતાં નથી. આર્થિક- શારીરિક કે માનસિક પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે રાહુ રેખાનાં પ્રભાવથી અચાનક ઉન્નતિ રોકાઇ જાય છે. બનતાં કામ બગડી જાય છે. આ રેખાનો પ્રભાવ કાલસર્પનાં જેવો હોય છે. જે લોકોનાં હાથમાં રાહુ રેખા હોય છે જો તેઓ કોઇની મદદ પણ કરવાનો પ્રયાસ કરે તો પણ કામ બનવાની જગ્યા બગડવાં લાગે છે. આવાં લોકોને મળનારી મદદ પણ કોઇ સજાથી ઓછી હોતી નથી.રાહુ રેખા હાથમાં હોવાને કારણે કરેલાં કાર્યોનું પુરૂ ફળ પણ મળતું નથી.
Comments
Post a Comment