ગુરુની વાંકી દ્રષ્ટિની અસરથી બચવા તમે કેવા ઉપાય કરશો?
30 ઓગસ્ટ બપોરથી ગુરુ પોતાની સીધી ચાલ ચાલવાને બદલે વાંકી ચાલ ઉપર આવી ગયો છે. હવે ગુરુ વાંકો થઈ ગયો છે, ટેઢી ચાલવાળા ગુરુની ઊલટી ચાલથી બચવા માટે અને સામાન્ય ફળને શુભ બનાવવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરો. રાશિ અનુસાર ઉપાય કરવાથી તમે પણ ગુરુની અશુભ અસર ઓછી કરી શકો છો સાથે જ જો તમારી માટે ગુરુ સારું ફળ આપનાર હોય તો તમે બધા કામ પૂરાં કરી શકશો. ગુરુ સામાન્ય સ્થિતમાં હોય ત્યારે ખૂબ જ ઓછી અશુભ અસર આપતો હોય છે પરંતુ વાંકી ચાલમાં તમારી ઉપર ખરાબ અસર પડી શકે છે. ગુરુના અશુભ પ્રભાવથી બચવા માટે ઉપાય કરોઃ- મેષ (અ. લ. ઇ.) -43 દિવસ સુધી દરરોજ એક તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. ચમત્કારિક પરિણામ પ્રાપ્ત થશે. વૃષભ(બ. વ. ઉ.) -પીળા રૂમાલને હંમેશા પોતાની સાથે રાખશો તો તમારી ઉપર ગુરુ મહેરબાન રહેશે. મિથુન(ક. છ. ઘ.) -દરરોદ પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. કર્ક(ડ. હ.) -ઘરમાં પીળા રંગના ફૂલનો છોડ વાવો અને નિયમિત પાણીથી સિંચો. સિંહ (મ. ટ.) -દરરોજ વિષ્ણુ મંદિરમાં જાઓ અને બ્રાહ્મણ કે અન્ય કોઈ જરૂરિયાતમંદને ધનનું દાન કરો. કન્યા (પ. ઠ. ણ.) -ગુરુવારનું વ્રત કરો અને ગુરુની પૂજા કરો તો તમને ગુરુની ખરાબ અસર નહીં થાય. તુલા (ર. ત.) -ભગવાન વિષ્ણુને ગોળ-ચણાની દાળનો પ્રસાદ અર્પિત કરો.વૃશ્વિક (ન. ય.) - ઘી, દહીં, બટાકા અને કર્પૂરનું જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કરો. ધન (ધ. ફ. ભ. ઢ.) -કોઈ મંદિરમાં પૂજારીને ભોજન કરાવો તો તમારા ઉપર ગુરુની અશુભ અસર દૂર થશે. મકર (ખ. જ.) -પીળી ગાયને ઘાસ ખવડાવો તો ગુરુના ખરાબ અસરથી તમે બચી શકો છો. કુંભ (ગ. શ. ષ. સ.) -હળદર તથા પીળા ચંદનથી ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરો. મીન ( દ. ચ. ઝ. થ.) -દરરોજ કેસરનું તિલક લગાવો તો તમારા ઉપર ગુરુની કૃપા રહેશે.
Comments
Post a Comment