અનામિકા નીચે રેખાઓ મતલબ પૈસા કમાવાની અદભુત ક્ષમતા
હસ્તરેખા જ્યોતિષ અનુસાર અમુક હાથમાં એવી ખાસ રેખા હોય છે કે જે વ્યક્તિમાં પૈસા કમાવાની અદભુત ક્ષમતાને દર્શાવે છે. આ રેખા બુધ પર્વત પર રહેલી હોય છે. હથેળીમાં બુધ પર્વત સૌથી નાની આંગળીનાં (અનામિકા) નીચેના ભાગને કહે છે. કોઇ હથેળીમાં આ સ્થાન પર નાની – નાની ઊભી રેખાઓ હોય તો તે વ્યક્તિમાં પૈસા કમાવાની વિશેષ શક્તિ રહેલી હોય છે. તે દરેક પરિસ્થિતિમાં પૈસા કમાવી જાણે છે. જે વ્યક્તિનાં હાથમાં આવી રેખાઓ હોય તે દરેક વસ્તુમાંથી પૈસા પેદા કરનારો હોય છે આ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં બહુ નામ કાઢે છે. આવા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને તકનીકી પ્રકૃતિનાં હોય છે.તેમને પોતાની ભુલોને છુપાવવામાં મહારથી હોય છે. શોધ કરવામાં તેમને ઘેરો રસ હોય છે. આવા લોકો દ્રિમુખી વ્યક્તિત્વનાં હોય છે અને પોતાના પરિવારને ખુશ રાખનારાં હોય છે.
Comments
Post a Comment