આવી ભમરવાળા લોકો પાસે હોય છે બહુ પૈસા..

જ્યારે પણ આપણે કોઇ વ્યક્તિને જોઇએ કે મળીએ છીએ ત્યારે મોટાભાગે આપણી નજર ચહેરા પર પડે છે. આવામાં સામેવાળા વ્યક્તિ સાથે નજર મેળવીએ તો ચહેરા પર અને તેમાં પણ આંખોની ભમર પર અમુક પ્રતિક્રિયા ચોકક્સ થાય છે.જ્યોતિષ અનુસાર આ ભમરો પરથી વ્યક્તિનો સ્વભાવ અને ટેવો પણ જાણી શકાય છે. જ્યોતિષ અનુસાર શારીરિક બનાવટનાં આધારે કોઇ પણ વ્યક્તિનાં સંબંધમાં ભવિષ્યવાણી થઇ શકે છે.કોઇ પણ વ્યક્તિને મળતી વખતે જો તેની ભમરને ધ્યાનથી જોઇએ તો તમે પણ આ વિષયમાં ઘણું બધું જાણી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઇ વ્યક્તિની બન્ને ભમર સુંદર, બારીક હોય તો સમજવું જોઇએ કે તે આર્થિક રૂપથી સક્ષમ છે અને તેને પૈસાની કોઇ તંગી રહેતી નથી. આવાં લોકો સુંદર વિચારવાળા હોય છે. - જે વ્યક્તિની બન્ને ભમરો બહુ પહોળી અને ઘેરી હોય અને પરસ્પરમાં મળેલી હોય તો તેવા લોકોએ સાવધાન રહેવાની જરૂર હોય છે. જો કોઇ વ્યક્તિની ભમરોનાં વાળ રુક્ષ, બેજાન, સખત દેખાઇ દે તો નિશ્ચિત જ તે વ્યક્તિ નિર્ધન કે ગરીબ હોઇ શકે છે તે સાથે તેનો સ્વભાવ પણ સખત હોય છે. મોટાભાગનાં લોકો રાજા-મહારાજાની ભમર અને ઘેરી હોય છે અને બન્ને ભમરો અલગ- અલગ રહે છે. તેનાથી તે સ્પષ્ટ છે કે જે લોકોની ભમર ઘેરી અને પહોળી હોય પરંતુ પરસ્પર મળેલી ના હોય તે લોકો બહુ જ ધનવાન હોય છે.તેનું જીવન કોઇ રાજા-મહારાજાના સમાન હોય છે. આ સંબંધમાં ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે ફેશનનાં આ સમયમાં મેકઅપ ટિપ્સથી ભમરોની બનાવટ બદલાઇ જાય છે પરંતુ આ નિદાન પ્રાકૃતિક ભમર પર જ લાગુ પડે છે. શારીરિક અંગોની બનાવટનાં આધારે ભવિષ્યવાણી કરવા માટે આખા શરીરનો અભ્યાસ કરવાથી સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે.શરીરનાં અન્ય અંગોનાં સંબંધમાં આ પૂર્વેનાં લેખ પ્રકાશિત થઇ ચુક્યા છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!