બીમારી અને મુશ્કેલીઓથી બચવું છે તો પગ જુઓ, અજીબ છે ને!

તમે વિચારી રહ્યા હશો કે બીમારી અને મુશ્કેલીઓ વચ્ચે પગનું શું કનેક્શન હોઇ શકે? પરંતુ એ વાત સાચી છે કે પગ એ ભવિષ્યની તરફ ઇશારો કરે છે.તમારી સાથે કંઇપણ સારું કે ખરાબ થવાનું હોય તો પગને જોઇને તેનાથી બચી શકાય છે. એવું માનવામાં આવે છે કે જો તમારી સાથે કંઇ ખરાબ કે સારું થવાનું હોય તો તે પહેલા જ તમારા તલ તે વાતનો સંકેત આપી દે છે. શરીર પર રહેલા તલ કોઇ ને કોઇ શુભ ફળ આપનારા હોય છે પરંતુ જ્યોતિષ અનુસાર અમુક તલ મુશ્કેલી અને બીમારી તરફ પણ સંકેત આપે છે. આપણા પગમાં આવા તલ જોવા મળે છે. આમ તો એડી પર રહેલા તલ સિવાય પગના તળિયે રહેલા મોટાભાગના તલ અશુભ ફળ આપનારા મનાય છે. જાણો કેવા તલ અશુભ હોય છે - - જો પગના તળિયાના અંગુઠા પર કાળા તલ બનવા લાગે કે હોય તો આવા વ્યક્તિ કફની સમસ્યાથી પીડાય છે તે સાથે તેમાં જો કોઇ અશુભ ચિન્હ હોય તો આવા વ્યક્તિને ટી.બીની ફરિયાદ પણ રહે છે. - તમારા પગના તળિયાની વચ્ચે જો તલ બનવા લાગે તો સમજવું કે પારિવારિક અને પૈસા સંબંધિત હાનિ થવાના યોગ બની રહ્યા છે. - જમણા પગના તળિયે અંગુઠાની પાસે પહેલી આંગળી પર જો તલ હો તો અથવા જમણી આંખ કે ડાબા પગમાં તલ હો તો જમણી આંખ પર જોખમ રહે છે. - જો તમારા ડાબા પગના તળિયે જો તલ બનવા લાગે તો સમજવું કે તમારે વિવાદોનો સામનો કરવો પડી શકે છે. - જો પગની લિટલ ફિંગરની પાસે રહેલી આંગળીની નીચેની તરફ જો તલ બનવા લાગે તો આવા વ્યક્તિને કાનથી જોડાયેલી બીમારીઓથી પીડાય છે. - પગના તળિયાની મધ્ય ભાગથી થોડી ઉપર તરફ જો તલ બનવા લાગે તો આવા વ્યક્તિને આંતરડા સંબંધિત રોગ હેરાન કરે છે. - પગના તળિયાની બિલકુલ મધ્યમાં તલ હો તો આવા વ્યક્તિને કિડનીથી સંબંધિત રોગ થવાની સંભાવના રહેલી હોય છે.આવા લોકોને મુત્રરોગ થવાનો પણ ભય રહેલો છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!