નાનકડી છે પણ અદભૂત છે આ રેખા, તમારા હાથમાં છે?
હસ્ત જ્યોતિષથી આપણે કોઈપણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકીએ છીએ એટલુ જ નહીં પણ તેનાથી એ પણ જાણી શકીએ છીએ કે જે-તે વ્યક્તિ પોતાના ફિલ્ડમાં કેટલો સફળ થશે. હાથમાં કેટલીક મહત્વપૂર્ણ મોટી રેખાઓ સિવાય અન્ય અનેક નાની રેખાઓ પણ હોય છે જે આપણા સ્વભાવ અને ભવિષ્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને મોટી અસર પણ પાડે છે. જેના હાથમાં આવી રેખાઓ હોય તે લોકો દરેક જગ્યાએથી રૂપિયા બનાવી લે છે. આ પ્રકારના હાથવાળા લોકો દરેક જગ્યાએ પોતાની સફળતાથી બધાને પ્રભાવિત કરી દે છે. આજે આપણે એવા જ હાથવાળા વિશે બતાવી રહ્યા છીએ. જેના હાથમાં કેટલીક નાનકડી રેખાઓ હોય છે જે તેને દરેક જગ્યાએ સફળતા અપાવે છે. હાથમાં ક્યાં હોય છે આ રેખાઓ અને કેવી અસર પાડે છે આપણા જીવન ઉપરઃ- -આ રેખાઓ બુધ પર્વત(કનિષ્કા અર્થાત્ ચપટી આંગળીની નીચેનો ભાગ) ઉપર નાની-નાની રેખાઓ હોય છે. આવો, જાણીએ કે આ રેખાઓ કંઈ રીતે જીવનને પ્રભાવિત કરે છે. -જે વ્યક્તિના હાથમાં આ રેખાઓ હોય છે તે દરેક વસ્તુથી રૂપિયા બનાવનાર હોય છે. -એવો વ્યક્તિ મોટા કામ કરનારો હોય છે. -જેટલી રેખાઓ વધુ હોય છે એટલી વધુ શુભ ફળ આપનારી હોય છે. -એવા લોકો પોતાના ફિલ્ડમાં ખૂબ જ ઓછું નામ કમાય છે. -એવા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિના પણ હોય છે. -આ લોકો પોતાની ભૂલોને ખૂબ ચિવટતાથી છૂપાવી લે છે. -શોધ કરવામાં તેમને ઘણો જ રસ હોય છે. -બેવડા વ્યક્તિત્વ અને પોતાના જ પરિવારને ખુશ કરનારા હોય છે.
Comments
Post a Comment