ખૂબ સૌભાગ્યશાળી હોય છે ખૂલીને હસનારા લોકો
કહેવાય છે કે હાસ્ય એક એવું હથિયાર છે જેનાથી તમે પળમાં જ કોઈને પોતાના બનાવી શકો છો. કોઈને પણ પોતાના દોસ્ત કે દુશ્મન બનાવી શકો છો. ક્યારેક કોઈની એક મુસ્કાન તમને એના દિવાના બનાવી દે છે. બીજા વ્યક્તિનું હાસ્ય તમને એના દુશ્મન પણ બનાવી દે છે. ફક્ત મોકો આવે ત્યારે તમારે એ વિચારવાનું કે હસવાની રીત કેવી હોવી જોઈએ જેનાથી તમે કોઈ વ્યક્તિ વિશે જાણી શકો. તેના વ્યક્તિત્વને ઓળખી શકો. જ્યોતિષ વિજ્ઞાન કહે છે કે, તમે કોઈ વ્યક્તિના હાસ્ય પરથી તેનો સ્વભાવ જાણી શકો છો. - હસતી વખતે જે લોકોના દાંત બહાર નથી આવતા એ લોકો સારા સ્વભાવના હોય છે તથા વિશ્વાસપાત્ર હોય છે. - જે લોકો હસતી વખતે માથું કે ખભો હલાવે છે એ લોકો ભોગી, લાલચુ અને વિશ્વાસ લાયક નથી હોતા. - એ વ્યક્તિ જેના ગાલમાં હસતી વખતે ખાડા નથી પડતા એ બુદ્ધિમાન તથા વધુ બોલનારા હોય છે અને પોતાની વાતોથી બીજાને પ્રભાવિત કરનારા હોય છે. રસિક મિજાજ ધરાવનારા હોય છે. - જે લોકોના દાંત હસતી વખતે દેખાય એ લોકો સૌભાગ્યશાળી હોય છે. - જે લોકોના ચહેરા હંમેશા હસતા દેખાય છે એ લોકો જીવનમાં હંમેશા ઉન્નતિ કરતા હોય છે. - આંખો બંધ કરીને હસનારા વ્યક્તિ સારા નથી હોતા અને પરંપરાઓમાં વધુ વિશ્વાસ ધરાવનારા નથી હોતા.
Comments
Post a Comment