જલ્દી જ થઇ જશે લગ્ન, કરો હસ્ત રેખાઓથી જોડાયેલા ઉપાય
- Get link
- X
- Other Apps
કહે છે ને કે હાથની રેખાઓ કોઇપણ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ વિશે સરળતાથી જણાવે છે. આ માટે જીવનમંત્ર એક અનોખો પ્રયાસ કરતા હસ્તરેખા વિશેષજ્ઞ કિરણ શર્માની સાથે જીવન મંત્રના વાચકોના હસ્તરેખાથી જોડાયેલા હજારો સવાલો મળ્યા, હજી પણ અમને સતત ઇ- મેઇલ મળી રહ્યા છે. જો કે અમે આ માટેની સમય સીમા 12-01-2012 નિર્ધારિત કરી હતી. છતાં પણ હજી અમને સતત ઇ- મેઇલ આપી રહ્યા છે આપી રહ્યા છે. નિશ્ચિત સમય મર્યાદામાં ન મોકલી શકાયેલા વાચકોના સવાલોના જવાબ અમે અહીં આપી રહ્યા છીએ જો કે આવા ઇ- મેઇલની સંખ્યા વધુ હોવાને કારણે પસંદગીના સવાલોના જવાબઆપી રહ્યા છીએ. જેમાં મોટાભાગના વાચકોની સમસ્યા લગ્ન અને વૈવાહિક જીવન સાથે જોડાયેલી છે, જેના ઉપાય નીચે આપવામાં આવી રહ્યા છે. - જે છોકરાના લગ્ન ના થઇ રહ્યા હોય તેને લક્ષ્મી પૂજા કરવી જોઇએ, કારણ કે શુક્રની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી છે અને શુક્ર એ લગ્નનો કારક ગ્રહ છે. જે છોકરીઓના લગ્નમાં અડચણો આવી રહી હોય તેણીએ ગૌરીની પૂજા કરવી જોઇએ અને મા દુર્ગાની પ્રતિમા સામે દુર્ગા સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. - ત્વરિત વિવાહ માટે દર સોમવારે (જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી) કોઇપણ પ્રાચીન શિવ મંદિરમાં જઇને શિવલિંગ પર બે મુખી રુદ્રાક્ષની સાથે બિલિપત્ર ચઢાવો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment