હજારોમાંથી કોઇ એકનાં હાથમાં હોય છે આ ચમત્કારિક ચિન્હ
નસીબ કે ભાગ્ય એવાં શબ્દ છે જેના પર આપણે ઘણો વિશ્વાસ કરતાં હોઇએ છીએ. ભાગ્ય અને કર્મ વચ્ચે વિદ્વાનોએ ઘણાં તર્ક આપ્યા છે. અમુક લોકોનું કર્મ પ્રધાનનાં વિધાનને માને છે તો અમુક લોકો ભાગ્ય પ્રધાન હોય છે. ઘણીવાર જોઇ શકાય કે અમુક લોકો આકરી મહેનત બાદ જ મોટી સફળતા મેળવી લે છે તો ઘણીવાર લોકો આકરી મહેનત બાદ પણ નિષ્ફળ થાય છે. આજનાં સમયનાં જોતાં ભાગ્યશાળી વ્યક્તિ એ છે કે જે દરેક સુખ-સુવિધાઓને ભોગવે છે. જેને ઘર-પરિવારમાં પુરૂ સ્નેહ મળે છે, સમાજમાં માન-સન્માન મળે છે, જેને ધનની કોઇ તંગી ના હોય, મિત્ર વગેરેની કમી નાં હોય,ધર્મ –કર્મનાં ક્ષેત્રમાંપણ તે સક્રિય હોય. જ્યોતિષ અનુસાર એવો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે જેના હાથમાં કમળનું ચિન્હ હોય છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર આપણા હાથની રેખાઓમાં જ આપણું ભુત, ભવિષ્ય અને વર્તમાન છુપાયેલું હોય છે. દરેક વ્યક્તિનું અલગ-અલગ ભાગ્ય હોય છે અને હથેળીમાં અલગ- અલગ રેખાઓ હોય છે.હસ્તરેખામાં અમુક ખાસ ચમત્કારી ચિન્હ હોય છે જેમાં કમળનું ચિન્હ વિશેષ મહત્વ રાખે છે. આવાં ચિન્હ હજારો લોકો માંથી કોઇ એક નસીબદાર વ્યક્તિનાં હાથમાં હોય છે. કમળનું ચિન્હ બહુ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દરેક દેવી – દેવતાઓને કમળનું ફૂલ બહુ પ્રિય હોય છે અને માટે જ તેમને તે ચઢાવવામાં આવે છે. ધનની દેવી લક્ષ્મીની સાથે ઘણાં દેવી – દેવતા ફૂલની ઉપર બિરાજતા દેખાય છે. ભગવાન વિષ્ણુનાં હાથમાં કમળનું ફૂલ રહેલુ હોય છે. આ જ કારણથી જે વ્યક્તિનાં હાથમાં કમળનું ફૂલ દેખાઇ દે તો તે બહુ જ ભાગ્યશાળી હોય છે અને તેને જીવનભર કોઇપણ પ્રકારની કોઇ જ પ્રકારનો અભાવ રહેતો નથી. કમળનાં ચિન્હની સાથે હથેળીની અન્ય રેખાઓ અને પર્વત ક્ષેત્રોનું શુભ હોવું પણ જરૂરી છે.
Comments
Post a Comment