તમારૂ વ્યક્તિત્વ જણાવી દે છે હાથનો મુખ્ય ગ્રહ
જેવી રીતે કુંડળીમાં ગ્રહોનું સ્થાન જોઈને ભવિષ્ય જાણવામાં આવે છે એ જ રીતે હાથની રેખાઓમાં મુખ્ય રેખાઓને આધારે ભવિષ્ય જાણી શકાય છે. હાથના પર્વતોના આધારે તેમની સંજ્ઞાઓના આધારે તેને ગ્રહો અનુસાર ઓળખવામાં આવે છે. સુંદર અને કુશળ હાથ એ જ માનવામાં આવે છે જેના પર દરેક ગ્રહ આધારિત રેખાઓ ઉપસીને બહાર આવી હોય. હાથની ચાર આંગળીઓ અને બે અંગૂઠા નીચેના પર્વતોના સ્થાન નિર્ધારિત કરવામાં આવે છે. તર્જનીની નીચે ગુરુ પર્વત, મધ્યમાની નીચે શનિ પર્વત, અનામિકા નીચે સૂર્ય, કનિષ્ઠ નીચે બુધ પર્વત હોય છે. અંગૂઠાની નીચે શુક્ર પર્વત અને તેની સામે ચંદ્ર પર્વત હોય છે. હથેળીના ખાડામાં રાહુ તથા કાંડાને જોડનાર ભાગ પર કેતુ પર્વત હોય છે. તે ઉપરાંત ગુરુ પર્વતની વચ્ચે તથા ચંદ્ર અને બુધની વચ્ચે મંગલ પર્વત માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની સફળતામાં તેના વ્યક્તિત્વ નિર્માણમાં જીવનની દિશા નક્કી કરવામાં મુખ્ય ગ્રહની ઘણી મોટી ભાગીદારી હોય છે. તેનો ફાળો ખૂબ જરુરી હોય છે. આપણા હાથમાં મુખ્ય ગ્રહોને જાણવા માટે દરેક પર્વતોને સરસ રીતે સ્પર્શીને જોવા. જો પર્વતો ઉપસેલા હોય તો તેનું બરાબર અવલોકન કરવું અને દબાયેલા પર્વતોને સમજવા. પોતાના હાથમાં મુખ્ય ગ્રહ જાણવા માટે સૌથી મોટા ઉપસેલા ભાગને જાણવો જરુરી છે એ જ તમારો મુખ્ય ગ્રહ છે. એ જ પર્વતના ગ્રહને આધારે તમારું વ્યક્તિત્વ, તમારો સ્વભાવ , તમારું નસીબ તથા કેરિયર વિશે જાણી શકાય છે. તે નિર્ધારીત થાય છે. અન્ય ઉપસેલા પર્વતોલ તમારા સારા ગ્રહ છે અને જે દબાયેલા ગ્રહો છે તે તમારા નબળા ગ્રહ છે. તેના ઉપાયો કરીને તેને સમજવાની કોશિષ કરવી.
Comments
Post a Comment