ચહેરા પર આવા નિશાન હોય તો, લાગી જશે જેકપોટ

કિસ્મતમાં જેકપોટથી માલદાર બનાવનાર આવા નિશાન તમારા ચહેરા પર છે તમારા ચહેરા ઉપર જો કોઈ તલ હોય તો તેનો તમારી કિસ્મત સાથે ખૂબ જ ગાઢ સંબંધ હોય છે. ચહેરા ઉપર બનેલા આ તલ તમારી કિસ્મત સારી કે ખરાબ હોવોને સંકેત આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી અનેક વિદ્યાઓ બતાવી છે જેમાં કોઈપણ વ્યક્તિના ભૂત-ભવિષ્ય, વર્તમાન અને સ્વભાવને આસાનીથી જાણી શકાય છે. આ પદ્ધતિઓમાંથી એક છે શરીર ઉપર બનેલા તલ જેનાથી તમારા ભવિષ્ય અને સ્વબાવ વિશે જાણી શકાય છે. જ્યોતિષ પ્રમાણે આપણા શરીર ઉપર તલ હોવું તે પણ ભવિષ્યમાં બનનારી ઘટનાઓ કે સફળતા અસફળતાને દર્શવે છે... જો તમારા ચહેરા ઉપર તલ હોય તો જાણો શું કહે છે આ તલ... -જો તમારા માથાના જમણી તરફ તલ હોય તો તમારી પાસે ધન વધતું જ રહે છે. એવા લોકોને ધનની કમી નથી રહેતી. -માથાની ડાબી તરફ તલ હોય તો સંકટ ભરેલ જીવન તરફ ઈશારો કરે છે. આ લોકો કઠોર મહેનત પછી પર્યાપ્ત ધન પ્રાપ્ત થાય છે. -જો હડપચી ઉપર તલ હોય તો પ્રેમ સંબંધમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. -બંને ખભાઓ ઉપર તલ હોય તો તમારો મોટાભાગનો સમય યાત્રામાં વિતે છે. -જમણી આંખ ઉપર તલ સારા પ્રેમ સંબંધને દર્શાવે છે. -ડાબી આંખ ઉપરનો તલ ચિંતા અને દુઃખ તરફ ઈશારો કરે છે. -જમણા ગાલ ઉપરનો તલ ધનવાન હોવાનો યોગ દર્શાવે છે. -ડાબા ગાલ ઉપરનો તલ નિર્ધનતાનું પ્રતીક છે. -હોઠ ઉપર તલ ધરાવતા લોકો કામુક હોય છે. -હોઠની નીચે તલ ધરાવતા લોકો ગરીબી તરફ સંકેત આપે છે. -કાનની ઉપર તલ હોય તો વ્યક્તિની ઉંમર ઓછી હોય છે. ધ્યાન રાખવું કે મહિલાઓને ડાબી તરફના તલ શુભ હોય છે જ્યારે પુરુષો માટે જમણી તરફના તલ શુભ રહે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!