લાખ પ્રયાસો છતાં પણ પર્સ ખાલી રહે છે ને..તો આ જાણો
ઘણાં લોકોનાં હાથમાં એવું હોય છે કે તે પુરી મહેનત કરે તો પણ તેમને જે મહેનત કરે છે છતાં પણ પરિણામ મળતું નથી કે ધાર્યા કરતાં ઓછું મળે છે.જે કારણથી તેમને પૈસાની તંગી વેઠવી પડે છે.હસ્તરેખા જ્યોતિષ અનુસાર હાથમાં ભાગ્ય રેખાંની સ્થિતિ પર નિર્ભર હોય છે કે તમને જીવનમાં ધન-વૈભવ મળશે કે નહિ ?
જે લોકોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાં હાથમાં ભાગ્ય રેખા સારી સ્થિતિમાં હોતી નથી,જે વ્યક્તિનાં હાથમાં ભાગ્યરેખા જો સારી સ્થિતિમાં હોય અને લાંબી સ્થિતિમાં હોય તેણે જીવનમાં ધનનો અભાવ જોવો પડતો નથી.તેને દરેક પગલે લાભ મળે છે.
જો કોઇ વ્યક્તિનાં હાથમાં ભાગ્યરેખાં લહેરવાળી(વળાંકવાળી) હોય તો તેને નિશ્ચિત જ પૈસાની તંગી વેઠવી પડે છે.તેનાં સિવાય જો આ રેખા ક્યાંકથી પણ તુટેલી હોય,અન્ય રેખાથી કપાયેલી હોય કે તેના પર ક્રોસનું ચિન્હ દેખાય તો તે પણ અશુભ ભાગ્યરેખાની નિશાનીઓ છે.ભાગ્ય રેખા પર કાળા તલનું હોવું એ પણ વ્યક્તિને ગરીબ બનાવે છે.આ પરિસ્થિતિઓ સિવાય જો કોઇ વ્યક્તિનાં હાથમાં સામાન્ય સ્થિતિથી વધારે પહોળી અને ઘેરી હોય તો તેવા માણસને પણ ધનની તંગી રહે છે.
Comments
Post a Comment