હાથમાં આવા નિશાન દેખાયા તો સમજો, ધનપતિ બનશો જ
જે લોકો ઉપર લક્ષ્મી અને કુબેર હંમેશા ખુશ રહે છે તે લોકોના હાથમાં કેટલાક ચમત્કારી નિશાન હોય છે. જો આ ચમત્કારી નિશાન તમારા હાથમાં પણ બનવા લાગે તો સમજી જાઓ કે થોડા જ દિવસોમાં તમે પણ બની જશો ધનકુબેર -જો ચક્ર જેવું કોઈ નિશાન અંગુઠાના સૌથી ઉપરના ભાગમાં હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી અને ધનવાન હોય છે. -જો ચક્ર અંગુઠા ઉપર જ ક્યાંય પણ હોય તો વ્યક્તિ એશ્વર્યવાન, પ્રભાવશાળી, મગજથી કામમાં નિપુણ, પિતાનો સહયોગી અને ધન પ્રાપ્ત કરનારો હોય છે. -જો બંને હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઈ સીધા શનિ પર્વત સુધી જઈ રહી હોય અને સાથે જ સૂર્યરેખા પણ પાતળી લાંબી અને લાલીમા ધારણ કરેલ હોય તો તેની સાથે જ મસ્તિસ્ક રેખા અને આયુ રેખાપણ સારી હોય છે. તો તે હાથમાં ગજલક્ષ્મી યોગ બને છે. આ યોગ અચાનક માલામાલ બનાવી દે છે. -જો શનિ પર્વત અર્થાત્ રિંગ ફિંગરની નીચેવાળા ક્ષેત્ર અને શુક્ર પર્વત વધુ પુષ્ટ અને લાલિમા ધારણ કરેલ હોય અને ભાગ્યરેખા શુક્ર પર્વત અર્થાત્ અંગુઠાની પાસેવાળા ભાગથી શરૂ થઈ શનિક્ષેત્રના મધ્ય સુધી પહોંચતી હોય. -જો ભાગ્ય રેખા અને ચંદ્ર રેખા મળી એકી સાથે શનિ પર્વત ઉપર પહોંચતી હોય. -જો ભાગ્ય રેખા લિટલ ફિંગરની નીચેના ક્ષેત્રથી શરૂ થઈ વગર કપાયે શનિ પર્વત સુધી જતી હોય. આ બધામાંથી કોઈ પણ યોગ જેના પણ હાથમાં હોય છે. તેના હાથમાં પુષ્કલ યોગ બને છે. હાથમાં આ યોગના હોવાથી જ વ્યક્તિ માલા-માલ થઈ જાય છે. તેને ક્યારેય રૂપિયાની કમી નથી પડતી.
Comments
Post a Comment