આવા ચિન્હો અને રેખાઓ, કરોડપતિની નિશાની સૂચવે છે!
જ્યોતિષ અનુસાર હસ્તરેખાઓ પણ કોઈ વ્યક્તિની જન્મકુંડળીની જેમ જ કાર્ય કરે છે. જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં કરોડપતિ બનવાનો યોગ છે તો તેને તેની હસ્તરેખાઓ પણ સ્પષ્ટ દેખાય છે. -જ્યારે હથેળી મધ્યથી ઉપર ઉપાડેલી હોય તો જાતક સમૃદ્ધ હોય છે. એવી સ્થિતીમાં સૂર્ય રેખા એટલે કે રિંગ ફિંગરની નીચેના ક્ષેત્રમાંથી નીકળનારી રેખા અને મસ્તિષ્ક રેખા સાથે જ બૃહસ્પતિ એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચે હોય એ પર્વ સુવિકસિત હોય છે અને એ વ્યક્તિ કરોડપતિ હોય છે. -અંગૂઠો જો મોટો અને ખાડાવાળો હોય તો વ્યક્તિ સંપન્ન હોય છે. -જો ભાગ્ય રેખા એટલે કે મિડલ ફિંગરમાંથી નીકળનારી રેખાનો સૂર્ય રેખા કે બૃહસ્પતિ સાથે સંબંધ થાય અને સાથે જ મણિબંધ જાળાદાર જોવા મળે તો તે વ્યક્તિ કરોડપતિ હોય છે. -હથેળીમાં વર્ગનું ચિન્હ હોય સાથે જ સૂર્ય રેખા અને ભાગ્ય રેખા સાથે બુધ રેખા એટલે કે લિટલ ફિંગરમાંથી નીકળનારી રેખા દરેક સારી સ્થિતીમાં હોય તો તે વ્યક્તિ કરોડપતિ હોય છે. -જેમના હાથમાં કળશ, ધ્વજ, માછલી, ચક્ર, દંડ વગેરે ચિન્હ હોય તો તે વ્યક્તિ કરોડપતિ બને છે. -જો હથેળીમાં મસ્તિષ્ક રેખા, બુધ રેખા અને ભાગ્ય રેખાથી ત્રિકોણ બને તો તે વ્યક્તિ નિશ્ચિક અમીર બની શકે છે.
Comments
Post a Comment