અંગુઠાનો કમાલઃ શું ખાસ છે તમારી જિંદગીમાં 45 વર્ષ પછી?

તમારી હાથમાં અંગુઠો ઘણો કમાલનો છે. તેનાથી તમે અત્યારથી જ જાણી શકો છો કે, વૃદ્ધાવસ્થામાં તમારી સાથે શું થવાનું છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે અંગુઠાને ધ્યાનથી જુઓ તો પણ આપણા ભવિષ્યમાં શું થશે તે જાણી શકાય છે. અંગુઠાના આકાર અને લંબાઈને જોઈને એ જાણી શકાય છે કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતશે? જિંદગીના 45 વર્ષ પછીના દિવસોમાં તમારી સાથે શું થવાનું છે. આપણા હાથનો અંગુઠો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. આ ત્રણ ભાગનું ધ્યાનથી અધ્યયન કરવામાં આવે તો જાણી શકાય છે કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતશે. -જે વ્યક્તિની વૃદ્ધાવસ્થા વધુ સુખી હોય છે તેના અંગુઠાનો પહેલો ભાગ અર્થાત્ નખ તરફવાળો ભાગ અને નીચેવાળો બીજા ભાગ બંને સરખી સાઈઝના હોય છે. એવા લોકોનું જીવન 45 વર્ષમાં અચાનક ધનલાભ અને ભૌતિક સુખ સુવિધા મળે છે. -જે વ્યક્તિના હાથમાં અંગુઠાનો પહેલો અને બીજો ભાગ બરાબર હોવાની સાથે જ વ્યવસ્થિત અને શુભ બનાવટવાળો હોય તો એવો વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં વધુ સુખ, પૈસા, ખુશી અને કિસ્મત પ્રાપ્ત કરે છે. -જો પહેલો અને બીજો ભાગ બરાબર હોય તો એવો વ્યક્તિ સમાજમાં સન્માનીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ લોકો સહજ રીતે કોઈને દગો નથી આપી શકતા કે નથી પોતે દગો ખાતા. એવા લોકોના જીવનમાં મિત્રોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ હસતાં રહે છે. 

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!