બચીને રહેજો! ખતરનાક બની શકે છે એવા લોકો...!
જો તમે કોઈના નખને ધ્યાનથી જુઓ તો તમને આસાનીથી જાણ થઈ જશે કે કેવા વ્યક્તિ તમારી માટે ખતરનાક હોઈ શકે છે. વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય જાણવાની અનેક કલાઓ અને વિદ્યાઓ હોય છે એવી જ એક વિદ્યા સામુદ્રિકશાસ્ત્ર છે. તે પ્રમાણે બસ નખને જોઈને જ જાણી શકાય છે કે કોણ તમને નુકસાન પહોંચાડી શકે છે અને કોણ તમને ફાયદો કરાવી શકે છે. -જે લોકોના નખ મોટા હોય તેની ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે મોટા નખવાળા વ્યક્તિ હિંસક સ્વભાવના હોઈ શકે છે. -વાંકા અને અસમાન નખવાળાની માનસિક સ્થિતિ અચાનક બદલાઈને હિંસક થઈ જાય છે એવા લોકોથી પણ બચીને રહેવું જોઈએ. -પીળા અને ફિક્કા રંગના નખવાળા લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ એવા નખવાળા વ્યક્તિ વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. -નખ ઉપર ધબ્બા હોય એવા લોકોમાં પણ અપરાધિક આદતો છુપાયેલી હોય છે તેથી તેમનાથી પણ દૂર રહેવું જોઈએ. મોટા નખવાળા પ્રાણી પણ હિંસક સ્વભાવના હોય છે. કૂતરા, બીલાડી, રીંછ, વાઘ, સિંહ વગેરે અશુભ પ્રાણીઓના નખ પણ મોટા હોય છે. એવા પ્રાણીઓમાં હિંસક પ્રવૃત્તિ પણ જાગી શકે છે. એટલા માટે આ પ્રકારના લોકો પણ તમને નુકસાન પહોંચાડી શકે છે.
Comments
Post a Comment