બસ, સપનાના ઈશારો સમજો, મળશે ઉમ્મીદથી અનેકગણુ વધુ
જો કિસ્મતના આવા ઈશારાઓ સમજવામાં આવે તો, આવા મોકાનો અનેક ગણો ફાયદો ઉઠાવી શકાય
આપણે પોતાના રોજિંદા કાર્યોમાં એટલા બિઝી રહીએ છીએ કે ક્યારેક કિસ્મતના ઈશારાઓનો સમજી નથી શકતા. આ એવા ઈશારા હોય છે જે આશાથી અનેક ગણો ફાયદો થવાના સંકેત આપે છે. જો કિસ્મતના આવા ઈશારાઓ સમજવામાં આવે તો, આવા મોકાનો અનેક ગણો ફાયદો ઉઠાવી શકાય છે. જાણો કેવા હોય છે આ ઇશારા...
-જો તમે ગુરુવારની રાત્રે કોઈ સપનું જુઓ અને તેમાં તમે પોતે કોઈ ઊંચા પહાડ ઉપર આકાશની નજીક હોવ તો સમજી લો કે બિઝનેસ કે નોકરીમાં તમને તમારી ઉમ્મીદ કરતા ડબલ લાભ મળી શકે છે.
-જો કોઈ શુક્રવારે કોઈ નાની કન્યા તમને રૂમાલ કે સિક્કો આપે તો તેનાથી તમને ચોક્કસપણે મનચાહ્યો લાભ પ્રાપ્ત થાય છે.
-જે વ્યક્તિ સપનામાં કસ્તૂરી, ચંદન કે કોઈ સુગંધિત વસ્તુ પોતાના શરીર ઉપર લગાવે અને તેની માન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે તથા બિઝનેસમાં મનચાહ્યો લાભ પ્રાપ્ત થાય છે.
-જો તમે કોઈ રવિવારે મંદિરમાં જાઓ અને ત્યાં પુજારી તમને પ્રસાદના રૂપમાં લાલ ફૂલ આપે તો સમજી લેવું કે આવનાર સાત દિવસની અંદર તમને ડબલ લાભ મળવાનો છે.
-સપનામાં જો તમારી માતાને આલિંગન કરતા હોવ તો તમને ધનલાભ તથા પદવૃદ્ધિના યોગ સર્જાય છે.
-જે વ્યક્તિ સપનામાં પોતાના ફાટેલા-જૂના કપડામાં જુએ તો તેને વેપારમાં અપ્રત્યાશિત લાભ થાય છે.
-સપનામાં જેને સાગરની લહેરોનો અવાજ સંભળાય તો તેને વેપારમાં ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે.
-જે વ્યક્તિ સપનામાં પોતાને આકાશમાંથી પડતો જુએ તો તેને વેપારના સ્થળે મોટો લાભ થવાના સંકેતો હોય છે.
Comments
Post a Comment