મજાક ન સમજતા, આવા નિશાન તમારી કિસ્મત ખોલશે!
બંગલો અને ગાડીનું સુખ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ કેટલાક જ લોકો એવા હોય છે જેમના જીવનમાં સુખ અને સંપન્નતા હોય છે. કહેવાય છે કે બધા ભૌતિક સુખ તેના દ્વારા જ પ્રાપ્ત થાય છે, જેના હાથમાં રાજયોગ હોય છે. શું તમારો ભાગ્યદય થશે? શું તમને મળશે બંગલો અને ગાડી? શું તમારા હાથમાં છે રાજયોગ? આવો જાણીએ... -જેના હાથમાં સૂર્યરેખા અર્થાત્ રિંગ ફિંગરથી કલાઈ તરફ જતી રેખા બળવાન હોય અને ગુરુ પર્વત(ઈન્ડેક્સ ફિંગરની નીચેવાળો ભાગ શ્રેષ્ઠ હોય, તો રાજ્યયોગ બને છે. -જો હાથમાં ગુરુ પર્વત સારો હોય અને સાથે જ બધી આંગળીઓ પાતળી અને લાંબી હોય તો આવું સુખ મળે. -શુક્ર પર્વત(અંગુઠાની નીચેનો ભાગ) ની નીચે સ્વસ્તિકનું ચિન્હ હોય. -ગુરુ પર્વત સારો હોય તથા તેની ઉપરથી રેખા સૂર્ય પર્વત(મિડલ ફિંગરની નીચેવાળો ભાગ) તરફ જઈ રહી હોય. -જો મણિબંધ(કલાઈ ઉપર બનેલ જંજીરયુક્ત રેખાઓ)થી ભાગ્ય રેખા નિકળી હોય તો પણ એવા વ્યક્તિની કિસ્તમ ઝડપથી ચમકી જાય છે. ઉપર લખેલ બધા ચિન્હ રાજ્યયોગ કહેવાય છે. રાજ્યયોગમાં જન્મ લેનાર વ્યક્તિ બધા સુખ-સુવિધાઓથી પૂર્ણ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ જીવનમાં બેતાલીસમા વર્ષ પછી રાજ્યયોગવાળાનો ભાગ્યોદય થાય છે. તે વ્યક્તિને ગાડી, બંગલો અને જમીનનું સુખ મળે છે એવો વ્યક્તિ ચતુર તથા વિપત્તિમાં પણ ધૈર્ય રાખનારો હોય છે.
Comments
Post a Comment