પ્રેમ ચક્કર ચલાવતા પહેલા જોઈ લેજો તમારો હાથ !!?
આપણે જોઈએ છીએ કે આજે અનેક યુવાનો જાણતા-અજાણતા લવ,ઇશ્ક, પ્રેમ, મહોબ્બત લોકો કરી બેસે છે, પરંતુ આ બધા જ લોકોમાં કેટલાક વિરલા લોકો જ આ પ્રેમના અઢી અક્ષરને જીવનની રેલ પટરી ઉપર આગળ લઈ જઈ શકે છે અર્થાત લગ્ન સંબંધ સુધી લઈ જઈ શકે છે. આ બધા પ્રેમી-પ્રેમલાઓમાંથી કેટલાકને પેમમાં દગો મળે છે તો કેટલાને અન્ય કારણસર પ્રેમ લગ્નમાં પરિણમે તે પહેલા જ જુદાઈ....બ્રેકઅપ થઈ જાય છે. જો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જેમના નસીબમાં પ્રેમ હોય અને સારા યોગ હોય તો પ્રેમ લગ્નમાં પરિણમતા કોઈ રોકી શકતું નથી પરંતુ જેમના નસીબમાં પ્રેમમાં અસફળતાનો યોગ હોય તો લગ્ન થતા નથી અને જો થઈ જાય તો પણ લગ્ન જીવનમાં અનેક પરેશાનીઓ પેદા થતી રહે છે. આવા લોકોના હાથોની રેખાઓમાં કેટલાક એવા યોગ હોય છે જેના લીધે આમ થતું હોય છે--
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હસ્તરેખામાં એક યોગ બતાવાવામાં આવ્યો છે જેન શુક્ર વલય યોગ કહે છે. -શુક્રવલય અને તેનો વ્યક્તિ ઉપર શું પ્રભાવ પડે છે?
-જો કોઈ રેખા અંગુઠાની પાસેવાળી આંગળીથી નિકળીને શનિ અને સૂર્યના પર્વતોને ઘેરીને અનામિકા તથા કનિષ્ટા આંગળીની વચ્ચે સમાપ્ત થાય તો શુક્ર વલય બને છે.
-જો શુક્ર વલયની રેખા પાતળી હોય તો વ્યક્તિ સમજદાર અને વાતચીતમાં નિપુણ હોય છે.
-શુક્ર વલય અનેક રેખાઓથી સાથે મળીને તથા ગાઢ હોય તો એવી વ્યક્તિ લગ્ન પછી પણ અનેક અફેયર હોય છે.
-શુક્ર વલયને લગ્ન રેખા કાપતી હોય તો લગ્નજીવનમાં સુખ રહેતુ નથી અથવા પ્રેમ વગરનું સુકૂં જીવન રહે છે.
-શુક્ર વલય ઉપર દ્વીપ હોય તો એવા વ્યક્તિની પ્રેમીકા ષડયંત્રકારી હોય છે. એવો વ્યક્તિ પ્રેમીકાના ષડયંત્રનો શિકાર થઈ મૃત્યુ પામે છે.
Comments
Post a Comment