હાથમાં આવા નિશાન બન્યા તો સમજો સુખના દિવસો ગયા!
જો તમારી સાથે અચાનક જ કંઈક ખરાબ થવા લાગે કે કિસ્મત તમારો સાથ છોડવાની હોય તો તે પહેલા જ તમારી હથેળીમાં આવા તલ બનવા લાગશે જે તમને સાવધાન થવાનો ઈશારો કરે છે. શરીર ઉપર તલનું ઘણુ જ મહત્વ છે. અનેક માન્યતા આપણે ત્યાં પ્રાચીનકાળથી જ ચાલી આવી રહી છે. એવી જ એક માન્યતા તલ વિશે પણ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હથેળીમાં તલ શુભ માનવામાં આવે છે. જેની હથેળીમાં તલ મુઠ્ઠીમાં બંધ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે પરંતુ આ માત્ર ભ્રમ છે. હથેળીમાં થતો દરેક તલ શુભ નથી હોતા કેટલાક અશુભ ફળ આપનાર પણ હોય છે. -સૂર્ય પર્વત અર્થાત્ રિંગ ફિંગરની નીચેના ભાગ ઉપર તલ હોય તો વ્યક્તિ સમાજમાં કલંકિત હોય છે. કોઈ ગવાહીની ઉલટી જમાનત પોતાને નુકસાન આપે છે. નોકરીમાં પદથી હટાવવામાં આવવા અને વેપારમાં નુકસાન થાય છે. માન-સન્માન ઉપર અસર થાય છે અને આંખોને લગતા રોગો પરેશાન કરે છે. -બુધ પર્વત અર્થાત્ લિટલ ફિંગરની નીચેના ભાગ ઉપર તલ હોય તો વ્યક્તિને વેપારમાં નુકસાન ઊઠાવવું પડે છે. એવો વ્યક્તિ હિસાબ-કિતાબ અને ગણિતમાં દગો ખાય છે અને માનસિક રીતે નબળો હોય છે. -નાની આંગળીની નીચેવાળા ભાગમાં જે હથેળીના અંતિમ ભાગમાં મણિબંધથી ઉપરનો ભાગ જે ચંદ્ર ક્ષેત્ર કહેવાય છે, આ ક્ષેત્ર ઉપર જો તલ હોય તો એવો વ્યક્તિ લગ્નમાં મોડું થાય છે. પ્રેમમાં લગાતાર અસફળતા મળે છે. માતાનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું.
Comments
Post a Comment