જો હાથની આ રેખા ટૂટે તો સમજો થશે મોતનો સામનો
શું આપ જાણો છો કે આપના હાથમાં એક રેખા એવી પણ હોય છે જે બતાવી આપે છે કે આપનો મોતથી સામનો થશે કે નહીં અને થશે તો ક્યારે થશે? હથેળીમાં ત્રણ રેખા ઘણી મહત્વની છે. તેમાંથી જીવન રેખા આપના જીવન અને મૃત્યુના વિષયમાં ઘણું બતાવી દે છે. જીવન રેખા ગુરુ પર્વત (ઈન્ડેક્સ ફિંગરની નીચેના ભાગને ગુપુ પર્વત કહે છે)ની નીચે હથેળીના પ્રારંભથી શરૂ થાય છે. જીવન રેખા શુક્ર ક્ષેત્ર(અંગુઠાની નીચેનો ભાગ)થી મણિબંધની તરફ જાય છે. હથેળીમાં જીવન રેખા લાંબી, ઊંડી, પાતળી, કપાયા વગરની, તથા દોષ હિન હોય તો ઓ રેખા વ્યક્તિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યને દર્શાવે છે. આથી વિપરિત જો કોઈ પણ વ્યક્તિના હાથમાં જીવનરેખા ક્યાંય ટુટેલી હોય તો તેને મૃત્યુનુ સંકટ આવી શકે છે. જો જીવનરેખા બન્ને હાથોમાં તુટેલી હોય તો કસમયે મૃત્યુ થઈ શકે છે એવું હસ્તરેખા શાસ્ત્ર માને છે.પરંતું જો એક હાથમાં રેખા તુટેલી હોય તો તે મોટી બીમારીથી ગ્રસિત થઈ શકે છે. જો જીવન રેખા ટૂંકી હોય તો તે વ્યક્તિ અલ્પાયુ હોવા તરફ ઈશારો કરે છે.
Comments
Post a Comment