હથેળીમાં આવી રેખાઓ તમને વિદેશ લઇ જશે

હાથની રેખાઓનો સંબંધ આપણા ભૂત, ભવિષ્ય અને વર્તમાન સાથે છે. આપણી રેખાઓ પ્રમાણે આપણું જીવન ચાલે છે. સુખ-દુખ,પૈસા, નામ- શોહરત, ઘર- પરિવાર, યાત્રા વગેરે સંકેત રેખાઓમાં જોઇ શકાય છે.

મોટાભાગના વ્યક્તિઓની ઇચ્છે છે કે તે વિદેશ યાત્રા કરે. દેશની બહાર ઈંગ્લેન્ડ અને અમેરિકા બન્ને દેશમાં જવાનો વધારે ક્રેઝ ધરાવે છે. જે વિદેશ જવા માંગતા હોય તેમની આ બન્ને દેશોમાંથી કોઇ એકમાં જવાની ઇચ્છા અવશ્ય હોય છે. આ જ કારણથી વિદેશ જવા માટે અનેક પ્રકારના પ્રયાસ પણ કરવામાં આવે છે પરંતુ બહુ જ ઓછા લોકોનું આ સપનું પુરૂ થાય છે. હાથની રેખાઓ દર્શાવે છે કે તમારે વિદેશ યાત્રાનો યોગ છે કે નહીં.

જ્યોતિષ અનુસાર હાથમાં શુક્ર ક્ષેત્ર (અંગુઠાની ઠીક નીચે રહેલ ક્ષેત્ર) ની સામેની જ હથેળીની બીજી તરફ ચંદ્ર ક્ષેત્ર હોય છે. ચંદ્રક્ષેત્ર વ્યક્તિની કલ્પના શક્તિ, બૌદ્ધિક ક્ષમતા, મનોવૃત્તિ, કળા પ્રેમ વગેરેને દર્શાવે છે. તેની સાથે જ તમારા હાથની જીવન રેખા (શુક્ર ક્ષેત્રને ઘેરનારી રેખા) દોષ રહિત છે અને જીવનની અમુક રેખાઓ ચંદ્રક્ષેત્રની તરફ જઇ રહી હોય તો આ રેખા વિદેશ રેખાને દર્શાવે છે. રેખા જેટલી લાંબી અને ઘેરી હોય વિદેશ યાત્રાનો યોગ તેટલો જ પ્રબળ માનવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !