સ્વાર્થી અને અહંકારી સ્વભાવનાં હોય છે આવા લોકો..

આ પૂર્વે આપણે જાણ્યું કે ગુરૂ પર્વત પર જો ક્રોસનું ચિન્હ હોય તો તેનો શું પ્રભાવ પડે છે... હવે જાણીએ જો ગુરૂ પર્વત પર જાળનું ચિન્હ બનેલુ હોય તો તેનું કયું ફળ મળે છે... હસ્તરેખાનાં માધ્યમથી કોઇપણ વ્યક્તિની હથેળી પર બનેલી રેખાઓથી તેનું ભવિષ્ય જાણી શકાય છે,આ ઉપરાંત તે વ્યક્તિનો સ્વભાવ કેવો છો તેનાં વિચારો કેવા છે. આ જાણકારી પણ મેળવી શકાય છે. જો કોઇ વ્યક્તિનાં ગુરૂ પર્વત પર જાળનું ચિન્હ બનાવેલુ હોય તો તે વ્યક્તિ બહુ ગુસ્સો કરનારાં હોય છે.આવાં લોકો નાની-નાની વાતો પર ગુસ્સો કરનારાં હોય છે અને સરળતાથી આવાં લોકોને સમજાવી શકાતાં નથી. આ લોકો કોઇની વાત સાંભળતા નથી.સામાન્ય રીતે આવાં લોકો સ્વાર્થી અને અહંકારી સ્વભાવનાં પણ હોય છે. તેમને પોતાની જાત પર ગર્વ હોય છે અને અન્ય લોકોને નિમ્ન સ્તરનાં સમજે છે.અન્ય વ્યક્તિની મુશ્કેલીનાં સમયમાં આવા લોકો મદદ બહુ ઓછી પરિસ્થિતિઓમાં મદદ કરે છે.આવાં લોકો દયાની ભાવના બહુ ઓછી થાય છે. ક્યાં હોય છે ગુરૂ પર્વત... ગુરૂ પર્વત, ઇંડેક્સ ફિંગર કે તર્જની આંગળીની ઠીક નીચે જ હોય છે.તેનું ક્ષેત્ર મસ્તિષ્ક રેખા સુધી રહે છે. કેવુ હોય છે જાળનું ચિન્હ... જાળનું ચિન્હ જાળીનાં સમાન દેખાય છે.આડી-વાંકી રેખાઓનો સમુહ જાળ કે કોઇ જાળીનાં રૂપે દેખાય છે. હસ્તરેખામાં કોઇપણ વ્યક્તિનાં બન્ને હાથોમાં દરેક રેખાઓ અને પર્વત ક્ષેત્રોનું બારીકાઇથી અભ્યાસ કરવો જોઇએ, ત્યારે જ સચોટ જાણકારી મેળવી શકાય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !