‘બચકે જરા’ લગ્ન માટે પૈસાદાર પાર્ટનર શોધે છે આ લોકો
કોઈના મનમાં શું ચાલી રહ્યું છે? કોઈની વિચારસરણી કેવી છે તે કેટલો સાફ મનનો છે? એ જે રેખાથી જાણી શકાય છે તે રેખાને હૃદયરેખા કહે છે. ખૂબ જ ઓછા એવા લોકો હોય છે જેના હાથમાં હૃદયરેખા નથી હોતી. કેટલાક હાથમાં અસ્પષ્ટ હોય છે પણ હોય ચોક્કસપણે. હથેળીમાં જો ઊંડી રેખા સૌથી ઉપર હોય તો તે હૃદયરેખા હોય છે. હૃદયરેખામાંથી નિકળી હથેળીમાં અલગ-અલગ સ્થાનો ઉપર જતી રેખાઓનું પરિણામ પણ અલગ હોય છે. જો હૃદયરેખામાં કોઈ નાની રેખા નિકળી બુધ પર્વત સુધી જાય અર્થાત્ લિટલ ફિંગર-ટચલી આંગળી તરફ જાય તો એવો વ્યક્તિ બુધ ગ્રહથી સંબંધિત ગુણ અને દોષથી પ્રભાવિત હોય છે. -જો માનસિક રીતે એવો વ્યક્તિ સુદ્રઢ હોય તો વ્યક્તિમાં વાક્ ચાતુર્યના ગુણ અને બીજાને પોતાની તરફ આકર્ષિત કરવાની શક્તિ ખૂબ જ વધુ હોય છે. -એવો વ્યક્તિ પૂરી રીતે વ્યાપારિક બુદ્ધિવાળો હોય છે. ત્યાં સુધી કે એવો વ્યક્તિ પોતાના જીવનસાથીને પણ તેના જેવો જ બનાવવાનું પસંદ કરશે જે ધન સંગ્રહમાં તેનો સાથ આપે. -જો આ રેખા એ ભાગની મધ્ય સુધી જતી હોય તો એવો વ્યક્તિ માત્ર ધનના લોભમાં કોઈની પણ સાથે લગ્ન કરી શકે છે. આ લોકો હંમેશા રૂપિયાવાળી છોકરી સાથે જ લગ્ન કરવાનું પસંદ કરે છે.
Comments
Post a Comment