મોતને પણ હાથતાળી આપી શકે આ હાથની રેખાઓ

જીવનનું અંતિમ અને અટલ સત્ય છે મોત. જેને પણ જન્મ લીધો છે તેનું મૃત્યું એક દિવસ ચોક્કસ થવાનું જ છે. શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આ શરીર નશ્વર છે અને માત્ર આત્મા જ અમર છે. જે પ્રકારે મનુષ્ય કપડાં બદલે છે એ જ રીતે આત્મા શરીર બદલે છે. મૃત્યુની બાબતમાં હથેળીમાં અનેક રેખાઓ અને ચિન્હો સંકેત આપી દેતા હોય છે. હસ્ત જ્યોતિષ પ્રમાણે જીવન અને મૃત્યુને જીવન રેખા પ્રભાવિત કરે છે. હથેળીમાં અંગુઠાની આસપાસ એક ગોળ ઘેરામાં રેખા હોય છે જે મણીબંધ (હાથની અંતિમ ભાગ) સુધી જાય છે. આ રેખાને જીવન રેખા કહેવામાં આવે છે. જો આ રેખા અસ્પષ્ટ કે તૂટેલી હોય તો વ્યક્તિને જીવનભર અનેક પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. ઘણીવાર એવી પરિસ્થિતિઓમાં મૃત્યુનું સંકટ પણ સામે આવે છે. ઘણા લોકોના હાથમાં જીવન રેખાની સાથે જ એક અન્ય રેખા પણ હોય છે જે અંદર તરફ જાય છે. આ જીવન રેખાની સહાયક રેખા માનવામાં આવે છે. આ રેખા વર્ગાકાર તથા પહોળા હાથોમાં હોય તો તે વ્યક્તિ બુદ્ધિમાન અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરનારી હોય છે. તેનાથી વિપરિત જો કોઈ નિર્બળ તથા કીકી જીવન રેખાની સાથે જોવા મળતી આ રેખા ઘણી ખામીઓને દૂર કરે છે. જો જીવન રેખા ક્યાંથી તૂટેલી કે કપાયેલી હોય અને તે સ્થાને મંગળ રેખા એકદમ સ્પષ્ટ હોય તો તે વ્યક્તિને મૃત્યુથી બચાવી લે છે. જીવનરેખા કપાવાનો અને તૂટવાનો આ જ સંકેત હોય છે કે તે ઉંમરમાં વ્યક્તિની મૃત્યુની સ્થિતિ બની શકે છે. જો મંગળ રેખા જીવનરેખાને કાપતી હોય તો ચંદ્ર પર્વત જે અંગુઠાની બીજી તરફ હોય છે ત્યાં સુધી જાય છે તો વ્યક્તિ નશે બાજ બની જાય છે. સાથે જ આખી હથેળીને ઊંડાઈથી પરીક્ષણ કરવું જોઈએ ત્યારે જ સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !