તમે ભવિષ્યવેત્તા બની શકો જો હોય તમારી હથેળીમાં આવા ચિન્હો
દુનિયામાં ઘણા રહસ્યો છુપાયંલા છે, જેને જોઈ શકવા, સમજી શકવા સામાન્ય માણસની વાત નથી. ઘણી આવી વિદ્યાઓ છે જેના માધ્યમથી આવી વાતોને જાણી શકાય છે. કેટલાક લોકોની પાસે આ શક્તિઓ જન્મથી જ હોય છે. તેને ભૂતકાળ અને વર્તમાન કાળની સાથે ભવિષ્યમાં થનાર ઘણી ઘટનાઓનો આભાસ પહેલાથી જ આવી જાય છે. આવા લોકો ભવિષ્ય વેત્તા પણ બની શકે છે. આવો યોગ ક્યારે બને છે તે જાણીએ... - જો શનિ પર્વત મતલબ મીડલ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ક્રોસ હોય સાથે જ મસ્તિષ્ક રેખા પુષ્ટ હોય - ગુરુ એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભુજ કે ચતુર્ભુજ હોય. - શનિ પર્વત પર ત્રિભૂજ કે ચતુર્જુજ કે ચિન્હ હોય. - શનિ પર્વત પુષ્ટ હોય સાથે જ સૂર્ય રેખા અર્થાત રિંગ ફિંગરના ક્ષેત્રથી નિકળનાર રેખા મસ્તિશ્ક રેખાથી જોડાઈ જાય છે. - ચન્દ્રમા એટલે કે અંગુઠાની બીજી બાજુ ક્ષેત્ર ત્રિભુજ એટલે કે ચતુર્ભુજ હોય. - રાહુ ક્ષેત્ર પર ક્રોસ હોય કે રાહુ ક્ષેત્રથી નિકળીને કોઈ રેખા મસ્તિષ્ક રેખાને ક્રોસ કરતી હોય. જે લોકોના હાથોમાં આવા ચિન્હ હોય છે તેમાં લોકોની પાસે વિશેષ શક્તિ હોય છે. જેથી તે આ શક્તિઓને ઓળખવા લાગે છે. તેને પૂર્વાભાસ થવા લાગે છે. ઘણીવાર ગ્રહોની સ્થિતિ બદલ્યા પછી આ ચિન્હ મટી જાય છે પછી તે શક્તિ પણ નથી રહેતી.
Comments
Post a Comment