તમારા હાથમાં છે ધનપતિ બનવાનો ચમત્કારી નિશાન?
જો તમે જાણવા માગતા હોય તે તમારી ઉપર લક્ષ્મી ખુશ છે, રૂપિયાનો વરસાદ થવાનો છે તો એકવાર તમારો હાથ ધ્યાનથી જરૂર જુઓ. તમારા હાથમાં લક્ષ્મીના નિશાન જરૂર હશે. જે તમને ધનપતિ બનાવી દેશે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે જો તમારા હાથમાં લક્ષ્મી કૃપા થવાના નિશાન હોય તો તમે ઝડપથી માલામાલ બની જશો. કમળઃ- -જે વ્યક્તિના હાથમાં પધ્મ અર્થાત્ કમળનું નિશાન હોય તે વ્યક્તિને કુબેરના ખજાનાની જેમ રૂપિયા મળે છે. એવા લોકોની સાથે એક ખાસ વાત બને છે કે જેટલા રૂપિયા ખર્ચ કરે તેમને એટલા જ રૂપિયા ડબલ મળી જાય છે. ચતુર્ભૂજઃ- જો તમારી આંગળીના ટેરવે અર્થાત્ આંગળીના આગળના ભાગે વર્ગ કે ચતુર્ભુજનું નિશાન બની રહ્યું હોય કે ધીરે-ધીરે બની રહ્યું હોય તે એવો વ્યક્તિ મહેનતથી લક્ષ્મીને પોતાની વશમાં રાખે છે. આર્થિક રીતે પૂરી રીતે સુખી અને સંપન્ન રહે છે. તારોઃ- -આ નિશાન પણ લક્ષ્મીનું રૂપ છે. આ નિશાન હોય તો તમારી ઉપર લક્ષ્મીની કૃપા જરૂર થાય છે. આંગળીઓ ઉપર તારો કે ક્રોસનું ચિન્હ હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. એવા વ્યક્તિના જીવનમાં અનેકવાર ધનલાભ થાય છે. આર્થિક દ્રષ્ટિએ આ વ્યક્તિ જીવનમાં ખૂબ જ સુખી રહે છે. માછલીઃ- જો તમારા જમણા હાથમાં માછલીનું નિશાન બનેલુ હોય તો તમને અચાનક ખૂબ જ રૂપિયા મળી જાય છે. આ નિશાન તમને રૂપિયા તો આપે જ છે સાથે કિસ્મત પણ ચમકાવી દે છે. શંકુઃ- -આંગળીઓના ઉપરના ભાગમાં જો શંકુનું ચિન્હ હોય તો એવો વ્યક્તિ પોતાના મગજ અને યોજનાઓથી ખૂબ જ ધન કમાય છે. પછી ગમે તેવી વિપરિત સ્થિતિઓ હોય તેમ છતાં પણ તે રૂપિયા કમાય છે.
Comments
Post a Comment