આવી રેખાઓ ધરાવતો વ્યક્તિ લાખો-કરોડો કમાતો હોય છે
રૂપિયા કમાવા માટે બધા જ લોકો અનેક પ્રકારના પ્રયત્નો અને ઉપાય કરે છે, તો કેટલાક લોકો થોડા જ પરિશ્રમમાં વધુ કમાઈ લેતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો ખૂબ જ મહેનત પછી પણ જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે એટલા રૂપિયા કમાઈ શકતા નથી. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે કેટલીક વિશેષ રેખાઓ હોય છે જે બતાવી શકે છે કે તમે કેટલા રૂપિયા કમાશો?
હાથમાં અલગ-અલગ રેખાઓથી નિકળતી રેખાઓની પણ પોતાની અસર હોય છે. એવો જ ગાઢ પ્રભાવ હથેળીમાં હૃદયરેખા(હાથની ત્રણ ગાઠ રેખાઓથી પહેલી રેખા)થી નિકળતી ભાગ્ય રેખાનો પણ છે.
જો ભાગ્યરેખા (મિડલ ફિંગરથી નિકળી રેખા) હૃદયરેખાથી નિકળી સીધા શનિ પર્વત સુધી જતી હોય અને આગળ જઈને આ રેખા ત્રિશૂળ બનાવી દેતી હોય છે.
જેનો એક ભાગ ગુરુ પર્વત(ઇન્ડેક્સ ફિંગરની નીચેવાળો ભાગ) ઉપર અને બીજો સૂર્ય પર્વત (રિંગ ફિંગરની નીચેનો ભાગ) સુધી જતો હોય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ પ્રકારે રેખા આગળ જઈને બે ભાગોમાં વહેંચાઈ જતી હોય તો એવો વ્યક્તિ લાખો-કરોડો રૂપિયા કમાતો હોય છે. એવો વ્યક્તિ જીવનમાં માન, પદ, પ્રતિષ્ઠા, ધન અને સન્માન પ્રાપ્ત કરે છે.
Comments
Post a Comment