આવી રેખાઓ જેનાં હાથમાં હોય છે,તેઓ ચોકક્સ બને છે માલામાલ

અમુક એવાં લોકો હોય છે કે જે ઘણી મહેનત છતાંય પોતાની મહેનત પ્રમાણે વેતન કે ફળ મેળવી શકતાં નથી,તો અમુક લોકો તમામ વિપરીત પરિસ્થિતિઓનાં બાદ પણ સફળતાં સાથે પૈસા કમાઇ શકે છે.હસ્ત જ્યોતિષનાં અનુસાર હાથોની અમુક રેખાઓ વિશેષ યોગ બનાવે છે જેનાથી વ્યક્તિને ઘણાં લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે માણસનું નસીબનાં તેના હાથમાં હોય છે. ઘણે અંશે તે સાચું પણ છે.હથેળીઓ પર બનનારી આડી-ત્રાંસી રેખાઓ નસીબ પણ બતાવે છે.હાથની રેખાઓમાં ઘણા સારાં અને ખરાબ યોગ પણ હોય છે.આવા યોગ રાજાને ભિખારી અને ભિખારીને રાજા પણ બનાવી શકે છે. આજે અહીં એવાં યોગની વાત કરી રહ્યા છે જે માણસને સાધારણ આર્થિક સ્થિતિથી એકદમ પૈસાદાર બનાવે છે,આ યોગનું નામ છે ગજલક્ષ્મી યોગ કોઇ વ્યક્તિના બન્ને હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઇ સીધી શનિ પર્વત સુધી જતી હોય અને તે સાથે સૂર્ય રેખા પણ પાતળી, લાંબી અને લાલાશ પડતી હોય અને આ સાથે મસ્તિષ્ક રેખા અને આયુષ્ય રેખા પણ સારી હોય તો તે હાથમાં ગજલક્ષ્મી યોગ બને છે. જેના હાથમાં આ યોગ હોય છે તે વ્યક્તિ સાધારણ ઘરમાં જન્મ લેનારો હોય છતાંય સારી સ્થિતિમાં પહોંચી જાય છે. આવા લોકોનાં જીવનમાં કોઇપણ જાતની ઉણપ રહેતી નથી. તેઓ વેપાર તથા વિદેશમાં સફળતાપુર્વક કાર્ય કરી નામના મેળવે છે. ગજલક્ષ્મી યોગવાળો વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં અલગ ઓળખ બનાવનારો હોય છે.આ યોગ તે વ્યક્તિને માલામાલ કરી દે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !