આ રીતે હાથમાં ખંજવાળ થઈ, તો સમજો રૂપિયા મળ્યા જ
કઠોર મહેનત પછી જ્યારે તમને આશાથી વધુ ધન પ્રાપ્ત થવાનું હશે તો કેટલાક શુભ શુકન થતા હોય છે રૂપિયા કે ધનની જરૂરિયાત બધાને હંમેશા રહેતી જ હોય છે. વધુને વધુ રૂપિયા કમાનાર માટે અનેક પ્રકારના જનત કરવામાં આવે છે. કઠોર મહેનત પછી જ્યારે તમને તમારી આશાથી વધુ ધન પ્રાપ્ત થવાનું હશે તો કંઈક આવા સંકેત મળતા હોય છે. શાસ્ત્રો પ્રમાણે અનેક પ્રકારના શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. જેનાથી આપણા ભવિષ્ય સાથે ગાઢ સંબંધ હોય છે. કોઈપણ શુભ કે અશુભ કાર્ય કરતા પહેલા કેટલીક ઘટનાઓ બનતી હોય છે. આ નાની-નાની ઘટનાઓને સમજ્યા પછી આપણે સમજી શકીએ છીએ કે નજીકના ભવિષ્યમાં કેવો સમય આવવાનો છે. આ પ્રકારે શુભ શુકનમાં પણ એક છે ડાબા હાથની હથેળીમાં ખંજવાળ આવવી. -જો કોઈ વ્યક્તિના હાથની હથેળીમાં ખંજવાળ ચાલતી હોય તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ અચાનક જ વધુ રૂપિયા મેળવવાનો છે. આ રીતે ખુજલી અચાનક જ ચાલતી રહે છે. જો કોઈ વ્યક્તિને વગર બીમારીએ કે એલર્જિ વગર આવી ખંજવાળ ચાલતી રહે તો તેને શુભ શુકન માનવામાં આવે છે. -શુકન-અપશુકનને લઈને બધા લોકોના વિચાર અલગ-અલગ હોય છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ માને છે તો કેટલાક તેને ભવિષ્ય સાથે જોડીને જુવે છે.
Comments
Post a Comment