હાથમાં બનનારા આ નિશાન, સંકેત છે જિંદગી બદલવાનો!
જો તમારા હાથમાં કોઈ ફેરફાર થવા લાગે તો તેને અનદેખી ન કરો, હથેળીમાં બનનારા આ નિશાન તમારી બદલાતી કિસ્મત તરફ સંકેત કરે છે. તમે તમારા હાથને ધ્યાનથી જુઓ જો હાથમાં નાની આંગળીની નીચેવાળા ભાગમાં કોઈ ફેરફાર થઈ રહ્યો હોય તો ખુશ થઈ જાઓ કારણ કે એવું બની શકે કે, આ ફેરફારથી તમારી કિસ્મત બદલાઈ જાય. હાથની રેખાઓ અને હથેળીના પર્વતોનો ઊભાર અને તેની ઉપર બનનારા કેટલાક વિશેષ યોગ પણ કોઈ વ્યક્તિના વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. એવો જ એક યોગની અમે વાત કરી રહ્યા છીએ. આ યોગ ભદ્ર યોગ કહેવામાં આવે છે. આ યોગ જેના પણ હાથમાં હોય છે તેની ઓળખ ભીડમાં સૌથી અલગ હોય છે. જો હાથમાં બુધ પર્વત પૂર્ણ વિકસિત હોય તથા બુધ રેખા સીધી, પાતળી અને ઊંડી અને લાલીમા લીધેલ હોય તો હાથમાં ભદ્ર યોગ બને છે. આ યોગ જે પણ વ્યક્તિના હાથમાં હોય તે ખૂબ જ તેજ મસ્તિસ્કવાળો હોય છે. આ લોકો કઠિન કાર્યને પણ સરળતાથી કરી લેતા હોય છે. તેઓ જીવનમાં ધીરેધીરે પ્રગતિ કરે છે પરંતુ અંતે તેઓ સર્વોચ્ચ પદ સુધી પહોંચવામાં સફળ થાય છે. કોઈપણ વ્યક્તિ તેમનાથી વધુ સમય સુધી દુશ્મની નથી રાખી શકતો. તેમનામાં દુશ્મનોના દોસ્ત બનાવવાની કળા હોયછે. એવા વ્યક્તિ પોતાની કોશિશથી વિદેશો સુધી પોતાના વેપારને ફેલાવવામાં સફળ થાય છે. તેમનું વ્યક્તિત્વ જબરદસ્ત પ્રભાવપૂર્ણ હોય છે. જે પણ વ્યક્તિ આ પ્રકારે લોકોના સંપર્કમાં આવે છે તતે લોકો હંમેશા તેમની મદદ કરવા માટે તૈયાર રહે છે. એવા લોકોમાં જબરદસ્ત આકર્ષણ હોય છે, દરેક જણ તેમની બરબસ આકર્ષિત થઈ જાય છે.
Comments
Post a Comment