ના હોય! કાન બતાવી દેશે, કેટલા રૂપિયા છે તમારી પાસે
આસાનીથી જાણવા માગતા હોવ કે તમારી કિસ્મત કેવી છે અને શું તમારી કિસ્મતમાં અઢળક રૂપિયા લખ્યા છે? તો એકવાર પોતાના કાનને ધ્યાનથી જોઈ લો, તમને આસાનીથી ખબર પડી જશે... કાન મનુષ્યની ચોથી ઈન્દ્રિય હોય છે. જ્યારે શરીરના આંતરિક ભાગમાં કોઈ ગડબડી થાય છે તો તેની અસર બંને કાનો ઉપર ખાસ કરીને જોવા મળે છે. જાણો કંઈ રીતે કાન વ્યક્તિના કયા ગુણોને બતાવે છે... પહોળા કાનઃ- -કાનની પહોંળાઈ જો સામાન્યથી વધુ હોય તો એવા લોકો સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એવા લોકો અવસરવાદી હોય છે. નાના કાનઃ- -નાના કાનવાળા લોકો બળશાળી હોય છે. તેના સર્જનની ક્ષમતા વધુ હોય છે અને તેઓ દાન આપવામાં અચકાતા નથી. મોટા કાનઃ- -જો વ્યક્તિના કાન મોટા હોય તો વિચારશીલ, કર્મઠ, વ્યવહારિક તથા સમયના પાબંદ હોય છે. સામાન્યથી વધુ નાના કાનઃ- -કોઈ વ્યક્તિના કાન સામાન્યથી વધુ નાના હોય તો તે ચંચળ, નિમ્ન વિચારધારાવાળો અને ભગવાનમાં વિશ્વાસ રાખનારો હોય છે. -કાન વચ્ચેનો ભાગ દબાયેલ હોય તો વ્યક્તિ અપરાધી પ્રકારનો હોય છે. તે સંકોચી તથા ડરપોક પણ હોય છે. -જો કોઈ વ્યક્તિના કાન ઉપરની તરફ ઊઠેલા હોય તો તે લજ્જા, શરમ અને સંકોચના લક્ષણ છે અને જો કાન ગર્દનની તરફ ઝૂકેલા હોય તો તે એ સંકેત છે સતર્કતા, સાવધાની, શંકા અને મોન પ્રવૃત્તિનો છે.
Comments
Post a Comment