જાણો, તમારા જીવનમાં કેટલા બાળકોનું સુખ છે ?!
સ્વસ્થ અને તંદુરસ્ત સંતાન દરેક દંપતિની ઈચ્છા છે. સંતાન જ દાંપત્ય જીવનને સાર્થક કરે છે. જો આપ જાણવા ઈચ્છો છો કે તમારા જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત થશે કે નહીં? હથેળીમાં ઉપસ્થિત પર્વતોના ઉભાર અને સંતાન રેખા પરથી જાણી શકાય કે ભવિષ્યમાં સંતાન સુખ મળશે કે નહીં? - કનિષ્ઠ એટલે કે લિટલ ફિંગરની નીચેની તરફ પ્રણય રેખા હોય છે અને તેના ઉપર જ લાંબી ઉભી રેખા જોવા મળશે. જે સંતાન રેખા ગણવામાં આવે છે. - તેમાંની ઉંડી રેખા પુત્રોની અને હળવી રેખા કન્યા સંતાનની હોય છે. - મંગલ પર્વત સૌથી સબળ હોય તો ગર્ભપાત થયા બાદ પણ સંતાન યોગ બને છે. - બુધ પર્વત એટલે કે લિટલ ફિંગરની નીચેવાળો પર્વત સૌથી વધારે ઉપર હોય તો ચાર પુત્ર અને 3 કન્યાનો યોગ બને છે. એવા દંપતિને પ્રાપ્ત થનાર દરેક સંતાન સુશિક્ષિત અને કુળનું નામ રોશન કરનાર બને છે. - શુક્ર પર્વત એટલે અંગૂઠાની નીચે વાળો પર્વત સૌથી વધારે વિકસિત હોય તો એક પુત્રનો જન્મ થાય છે. ક્યારેક એવા જાતક સંતાનવિહીન રહી જાય છે. - શનિ પર્વત એટલે કે રિંગ ફિંગરની નીચેનું ક્ષેત્ર પૂર્ણ વિકસિત હોય તો જાતકને ક્યારેય સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. - સૂર્ય પર્વતથી કોઈ રેખા ચંદ્રાકાર રૂપમાં ઊઠીને શનિ પર્વત સુધી જાય છે અને એ દંપતિ ક્યારેય સંતાન પ્રાપ્ત નથી કરી શકતી.
Comments
Post a Comment