હથેળીમાં આ રેખા હોય તૂટેલી તો તમારી સાથે ન થવાનું થશે
હસ્ત રેખાનું જ્યોતિષ ઘણું સટિક રહે છે. હાથોની રેખાઓના અધ્યયનથી કોઈ પણ વ્યક્તિના ભૂત-ભવિષ્ય અને વર્તમાનની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. હથેળીમાં ત્રણ મહત્વપૂર્ણ રેખાઓ જણાવવામાં આવી છે તેમાં જીવન રેખા આપના જીવન અને મૃત્યના વિષયમાં ઘણી મહત્વપૂર્ણ વાત જણાવે છે. જીવન રેખા ગુરુ પર્વત (ઈન્ડેક્સ ફિંગરની નીચેના ભાગને ગુરુ પર્વત કહે છએ.)ની નીચે હથેળીના પ્રારંભમાંથી શરૂ થાય છે. જીવન રેખા શુક્ર ક્ષેત્ર (અંગૂઠાની નીચેનો ભાગ)ને ઘેરતી મણિબંધ તરફ જાય છે. હથેળીમાં જીવન રેખા લાંબી, ઘેરી, પાતળી, વગર કપાયેલી અને તૂટેલી, ક્રોસ-ચિન્હ રહિત તથા દોષ હીન જીવનરેખા વ્યક્તિની લાંબી આયુષ્ય અને સારા સ્વાસ્થ્યને દર્શાવે છે. તેની વિપરિત જો કોઈ વ્યક્તિના હાથોમાં જીવનમાં ક્યાંયથી તૂટેલી છે તો આ આયુષ્યમાં તે વ્યક્તિને મૃત્યુનું સંકટ સહન કરવું પડે છે. જો જીવન રેખા બન્ને હાથોમાં તૂટેલી હોય તો તે વ્યક્તિને કસમયે મૃત્યુને દર્શાવે છે. પરંતું જો એક હાથમાં જીવનરેખા તૂટક હોય તો વ્યક્તિને કોઈ ગંભિર બીમારીનો સામનો કરવો પડે છે. આયુષ્યના સંબંધમાં જીવન રેખાની સાથે સ્વાસ્થ્ય રેખા, હૃદય રેખા, મસ્તિષ્ક રેખા અને અન્ય નાની-નાની રેખાઓ પર પણ વિચાર કરવો જોઈએ. જો જીવન રેખા નાની હોય તો તે અલ્પાયુ હોવા તરફ ઈશારો કરે છે.
Comments
Post a Comment