ચહેરા પર હાસ્ય ને દિલમાં શંકા, કેવી રીતે ઓળખશો આ લોકોને?

આપણે આપણા જીવનમાં અનેક એવા લોકો મળે છે જેમાથી કેટલાક આપણા જીવનમાં ખૂબ જ ખાસ હોય છે. ખાસ હોવાને લીધે આપણે તેની દરેક અંગત વાતથી આપણે જાણીતા હોઈએ છીએ. પરંતુ તેમાંથી કેટલાક લોકો એવા હોય છે જે દેખાય તેવા નથી હોતા. એવા લોકોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારે આપણા દિલમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે તેમને કેવી રીતે ઓળખીએ? જાણો કેવી રીતે ઓળખવા એવા લોકોને.... એવા લોકોને ઓળખવા માટે તેમના હાથની મિડલ ફિંગરની નીચેના ભાગ અર્થાત્ શનિ પર્વતને જોવો જોઈએ. તેને જોવાથી એવા લોકોની અસલિયતની જાણ આસાનીથી જાણી શકાય છે. જે લોકોના હાથમાં શનિ પર્વત સારો અને થોડો પ્રભાવશાળી હોય છે તો એવા વ્યક્તિ રહસ્યવાદી હોય છે. તેમના ચહેરા ઉપર કંઈક જુદો ભાવ હોય છે અને દિવસમાં કંઈક જુદો ભાવ ચાલતો હોય છે. એવા લોકો જેવા દેખાય એવા નથી હોતા. એવા લોકોના હાથમાં શનિ પર્વત સૂર્ય પર્વતની તરફ થોડો ઝૂકેલો હોય છે. પોતના જીવનમાં પૂર્ણ મિતવ્યયી હોય છે. તેમને કંજૂસ કહી દઈએ તો મોટી વાત નહીં હોય. તેઓ પોતાના જીવનમાં સફળ જાદુગર, એન્જિનિયર અને અચલ સંપત્તિ ખરીદવામાં વધુ વિશ્વાસ ધરાવે છે. સંગીત, નૃત્ય વગેરે કામમાં તેમને ખાસ શોખ નથી હોતો. એવા લોકો શંકા કે શક્કી સ્વભાવના હોય છે. સંદેહશીલતા તેમના જીવનમાં બાળપણથી જ હોય છે અને પોતાની પત્ની અને પુત્રો ઉપર પણ શંકા કરવાનું ચૂકતા નથી. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !