તમારી નાની આંગળીમાં છુપાયું છે રહસ્ય, શું છે ખાસ વાત?
હાથની નાની આંગળીને જોઈ તમારી સામે રૂપિયા સાથે જોડાયેલ દરેક રહસ્ય ખુલી જાય છે. પરંતુ બીજી પણ ખાસ વાત છે તમારી આ નાની આંગળીમાં જે તમારા બીજા રહસ્ય પણ ખોલી દે છે. હાથમાં આંગળીઓની નીચેના ભાગને જ્યોતિષિય પ્રમાણે પર્વત કે માઉન્ટ કહેવામાં આવે છે. આ પર્વતો દબાયેલા કે ઊપસેલા હોવાનો આગવો પ્રભાવ હોય છે. હાથમાં નાની આંગળીની નીચેનો ભાગ બુધ ક્ષેત્ર કહેવાય છે. જે લોકોના હાથમાં લિટલ ફિંગરની નીચેનો ભાગ ઊપસેલો અને સ્પષ્ટ અને લાલીમા યુક્ત હોય અને અન્ય પર્વતો વધુ ઊભરેલા દેખાય તો એવા વ્યક્તિઓને બુધ પ્રધાન માનવામાં આવે છે. -એવા લોકોમાં ગજબની બુદ્ધિ અને ચાતુર્ય હોય છે. -આ લોકો ખૂબ જ સારા અભિનેતા હોય છે. તેઓ પોતાના બાળકો અને પરિવારની પ્રત્યે સમર્પિત રહેતા હોય છે. -તેમાં બીજા લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે આ લોકો આસાનીથી સમજી લે છે. એટલા માટે બિઝનેસમાં તેઓ ખૂબ સફળ થાય છે. -તેઓ પોતાના જીવનસાથીના રૂપમાં એવા લોકોને પસંદ કરે છે જે સાફ-સુથરા અને સ્ટાઈલથી રહેનારા હોય છે અને તેમના પતિ ઈચ્છતા હોય છે કે તેમની પત્ની સારા ઢંગના કપડાં પહેરે. -આ વ્યક્તિઓમાં ઉત્સુકતા ખૂબ જ વધુ હોય છે. -એવા લોકો પોતાના જીવનમાં સફળ વૈજ્ઞાનિક, વેપારી હોય છે. -તેઓ જેટલા સારા નાય હોય છે, વિષમ પરિસ્થિતિઓ આવે ત્યારે એટલા જ ખતરનાક પણ હોય છે.
Comments
Post a Comment