બે મિનીટમાં તમે પણ શીખો ચહેરો જોઈને ભવિષ્ય કહેવાની કળા
ચહેરો જોઈને ભવિષ્ય જાણવાની કળા શીખવાનું સરળ છે. આ કળાથી બસ બે મીનીટમાં તમારું પોતાનું પણ ભવિષ્ય તમે જાણી લેશો. આ એવી કળા છે કે તે એ પણ બતાવી દે છે કોણ કેવા સ્વભાવનો છે. ચહેરો માણસનું દર્પણ છે. સામુદ્રશાસ્ત્રી માત્ર ચહેરો જાઈને કોઈને પણ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનની ભવિષ્યવાણી કરી શકે છે. સામુદ્ર શાસ્ત્ર તથા શરીર લક્ષણ વિજ્ઞાનના અંતર્ગત ચહેરના લક્ષણો પર ધણું સંશોધન થયું છે. આદર્શ ચહેરો – આદર્શ મુખ નાશપતીની જેવો હોય છે, જે આસ-પાસથી ચપટો હોય અને જેમાં કોઈ કોણ કે ખાડા ન હોય. આવા લોકો આશાવાન, સમૃદ્ધશીલ, યશસ્વી, વાભવશાળી, નેતૃત્વ શક્તિથી ભળપૂર તથા ઉત્તમ જીવન વિતાવનારા હોય છે. સમકોણ ચહેરો – આવો ચહેરો બધી બાજુથી સમાન હોય છે. આવા લોકો વધારે કાર્યક્ષમ, સ્પષ્ટવાદી, સૌમ્ય, વિચારવાન, લગનશીલ આચરણ કરનારો હોય છે. ન્યૂન કોણ ચહેરો – આ ચહેરો કપાળથી શરૂ થઈ દાઠી સુધી ક્રમશઃ ન્યૂનકોણની સ્થિતિમાં આવે છે. આ 90 ડિગ્રીથી જેટલો ઓછો થશે. તે વ્યક્તિ સભ્યતાથી તે સભ્યતાથી તેટલા જ દૂર હશે. ઉન્નોતદર ચહેરો – જ્યારે નાક લાંબું હોય અને દાઠી ઠળતી હોય આવું હોય તેને ઉન્નોતદર ચહેરો કહે છે. આવા લોકોમાં શસક્તિ ભરપૂર હોય છે, સુક્ષ્મ નિરીક્ષક, વ્યવહાર કુશલ, મનમૌજી તથા સ્વાર્થી સ્વભાવ વાળા અને જીદ્દી હોય છે. નતોદર ચહેરો – આ ચહેરો ઉન્નોતદર ચહેરાથી વિરૂદ્ધ હોય છે. આ લોકો શાંત,ગંભિર, ચતુર તથા વિચારવાન હોય છે. આ લોકો લાભને કેન્દ્રમાં રાખતા હોવાથી સંપૂર્ણ સાંસારિક તથા સારા મિત્ર હોતા નથી. મિશ્રિત ચહેરો – આવા ચહેરા વાળા સૌથી અલગ હોય છે. આવા લોકે ભાવુક, સાફ દિલ, સમજદાર, તથા લાભ મેળવવાના ઈચ્છુક હોય છે. તે અસ્થિર, ચંચળ, વગેરે અવગુણ હોય છે.
Comments
Post a Comment