હથેળીમાં ખંજવાળ આવવા લાગે તો, સમજજો કે અચાનક જ પૈસા મળશે
પૈસા કે ધનની જરૂરિયાત દરેકને હંમેશા માટે રહે જ છે.વધારેમાં વધારે પૈસા કમાવવા માટે ઘણાં પ્રકારનાં જતન કરવામાં આવે છે. આકરી મહેનત બાદ જ્યારે પણ તમે ઉમ્મીદ કરતાં બમણું ફળ મળવા લાગે તો કંઇક શુભ શુકન થાય છે. શાસ્ત્રો અનુસાર ઘણાં પ્રકારના શુકન અને અપશુકન આપવામાં આવ્યા છે. જેને આપણા ભવિષ્ય સાથે ઘેરો સંબંધ હોય છે.કોઇપણ શુભ કે અશુભ કાર્ય થતાં પહેલા અમુક ઘટનાઓ થાય છે. આ નાની ઘટનાઓને સમજવાથી જાણી શકાય છે કે નજીકના ભવિષ્યમાં કેવો સમય આવવાનો છે. આ પ્રકારના શુભ શુકનમાંથી એક શુકન છે જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવવી. જો કોઇ વ્યક્તિના હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ અચાનક ઘણાં પૈસા મળે છે. આ પ્રકારની ખંજવાળ એકદમ જ આવવા લાગે છે. જો કોઇ વ્યક્તિને કોઇપણ બીમારી કે એલર્જી સિવાય આવી ખંજવાળ આવે તો તેને શુભ શુકન માનવામાંઆવે છે. શુકન – અપશુકનને લઇને દરેક લોકોના વિચાર અલગ- અલગ હોય છે. અમુક લોકો આને અંધવિશ્વાસ માને છે તો અમુક લોકો તેને ભવિષ્ય સાથે જોડીને જુએ છે.
Comments
Post a Comment